December 27, 2024

શેરમાર્કેટ આજે પણ લાલ નિશાન સાથે બંધ

અમદાવાદ: સતત ત્રીજા દિવસે શેર માર્કેટ લાલ નિશાન સાથે બંધ થયું છે. વેશ્વિક તણાવ અને ગ્લોબલ સંકેતોના કારણે રોકાણકારોએ જોરદાર નફાવસૂલી કરી હતી. જેના કારણે બજારમાં ઘટાડો જોવા મળ્યો છે. આઈટી સ્ટોક્સમાં મોટા ઘટાડાના કારણે બજારમાં ઘટાડો જોવા મળ્યો છે. આજે માર્કેટ બંધ થયું એ સમયે સેન્સેક્સ 456 અંકના ઘટાડા સાથે 73,000ની નીચે 72,944 પર બંધ થયું છે. તો નિફ્ટીમાં 125 અંકના ઘટાડા સાછે 22,147 પર બંધ થયું છે.

માર્કેટ કેપમાં ઘટાડો
શેર માર્કેટમાં ઘટાડાના કારણે માર્કેટ કેપિટલાઈજેશનમાં ઘટાડો જોવા મળ્યો છે. બીએસઈ પર લિસ્ટેડ સ્ટોક્સના માર્કેટ કેપિટલાઈજેશનમાં ઘટાડો થઈને 394.32 લાખ કરોડ રૂપિયા પર બંધ થયું છે. જે ગત કારોબારી સત્રમાં 394.48 લાખ કરોડ રુપિયા પર ક્લોઝ થયું છે. આજના સત્રમાં માર્કેટ કેપિટલાઈજેશનમાં 16000 કરોડ રુપિયાનો ઘટાડો જોવા મળ્યો છે.

આ પણ વાંચો: ગૌતમ અદાણીએ કરી મોટી ડીલ, હવે આ સેક્ટરમાં વધશે દબદબો

માર્કેટની સ્થિતિ
આજના કારોબારમાં આઈટી, બેન્કિંગ, મેટલ્સ, રિયલ એસ્ટેટ, ઈન્ફ્રા સેક્ટરના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે ઓટો, એફએમસીજી, ફાર્મા, મીડિયા, એનર્જી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઈલ એન્ડ ગેસ, હેલ્થકેર સેક્ટરના શેરમાં ખરીદી જોવા મળી છે. સ્મોલકેપ શેરોમાં ખરીદારી જોવા મળી રહી હતી ત્યારે મિડકેપ શેરો બંધ થયા હતા. બીએસઈ પર 3933 શેરનું ટ્રેડિંગ થયું હતું જેમાં 2249 શેરો લાભ સાથે અને 1569 શેર નુકસાન સાથે બંધ થયા હતા. 115 શેરના ભાવમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી.

ટોપ ગેનર અને લૂઝર
આજના ટ્રેડિંગમાં એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ 12.41 ટકા, ઝી એન્ટરટેઈનમેન્ટ 4.12 ટકા, આઈશર મોટર્સ 3.23 ટકા અને લૌરસ લેબ્સ 3.07 ટકાના વધારા સાથે બંધ થયા હતા. જ્યારે ઈન્ફોસિસ 3.66 ટકા, એમફેસિસ 3.60 ટકા, કોફોર્જ 3.45 ટકા, ગુજરાત ગેસ 3.39 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.