રેખાબેન ચૌધરીએ ઉમેદવારી પત્ર ભરતા પહેલા કંથેરીયા હનુમાનજીના મંદિરમાં આશીર્વાદ લીધા
રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા: બનાસકાંઠા લોકસભાના બીજેપીના ઉમેદવાર રેખાબેન ચૌધરી આજે પોતાનું ઉમેદવારી પત્ર ભરશે. રેખાબેન ચૌધરીએ પાલનપુરના કંથેરીયા હનુમાનજીના મંદિરમાં શીશ નમાવી અને આશીર્વાદ લીધા હતા અને જીત માટે પ્રાર્થના કરી હતી. બીજેપીના કાર્યકરોને વિશ્વાસ છે કે જંગી બહુમતીથી રેખાબેન ચૌધરીની જીત થશે. બીજી બાજુ રાજસ્થાનના મુખ્યમંત્રી ભજન લાલ શર્મા મંત્રી બળવંતસિંહ રાજપુત ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સહિત બીજેપી પદાધિકારીઓ સભામાં હાજર રહેશે.
આ પણ વાંચો: રૂપાલા વિવાદ મામલે મોડી રાત્રે યોજાઇ સંકલન સમિતીની બેઠક, જાણો શું મુક્યો પ્રસ્તાવ?
બીજેપીના ઉમેદવાર રેખાબેન ચૌધરી આજે 12.39ના શુભ મુહૂર્તમાં પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કરશે. જેની પહેલા રેખાબેન ચૌધરી એ પાલનપુરના કંથેરીયા હનુમાન ખાતે હનુમાનદાદા ના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા છે અને જીત માટે પ્રાર્થના કરી છે. પાલનપુરના જોડના પરા પાસે રેખાબેન ચૌધરીની જાહેર સમર્થન સભા યોજાશે. જેમાં રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, બળવંતસિંહ રાજપૂત, અલ્પેશ ઠાકોર સહિત હજારો લોકો હાજર રહેશે.
જોકે બીજેપીના જે યુવા કાર્યકરો છે તેમને રેખાબેન ચૌધરીની જીત માટે વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને પાંચ લાખથી પણ વધુની લીડ સાથે જીતશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે. છેલ્લા એક માસથી રેખાબેન ચૌધરી ગલબાકાકાની પૌત્રી તરીકે અને બનાસની દીકરી તરીકે વિકાસના કામોને લઈને પ્રજાની વચ્ચે પ્રચાર માટે ગયા છે. ત્યારે એ પ્રચારના ભાગરૂપે આજે અનેક સમર્થકો સભામાં આવે તેવું પણ રેખાબેનને આશાવાદ છે.