દાહોદ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર જશવંતસિંહ ભાભોરે રેલી બાદ જાહેર સભાને સંબોધન કર્યું
નીલુ ડોડીયાર, દાહોદ: લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે ત્યારે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં તારીખ 7 મે ના રોજ 26 લોકસભા બેઠકો પર મતદાન યોજાવાનું છે. કોંગ્રેસ ભાજપના ઉમેદવારો મતદારોને આકર્ષવા માટે એડી ચોંટી નું જોર લગાવી રહ્યા છે ત્યારે સોમવારના રોજ દાહોદ લોકસભા બેઠકના ભાજપ ના ઉમેદવાર જશવંત સિંહ ભાભોરે પણ શક્તિ પ્રદર્શન કર્યું હતું.
સોમવારે સવારે 10 વાગે દાહોદ નજીક છાપરી ગામે આવેલ કમલમ ઓફિસ ખાતેથી એક ભવ્ય બાઈક રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું આ બાઈક રેલીમાં ખુબજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ રેલીમાં રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ, શિક્ષણ મંત્રી કુબેર ભાઈ ડિંડોર સહિત જિલ્લાના તમામ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
રેલી દાહોદ શહેરના મુખ્ય માર્ગો પરથી નીકળી હતી જે દરમિયાન રેલીનું શહેરના અનેક માર્ગો પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રેલી મુખ્ય માર્ગો પરથી ઇન્દોર હાઇવે પર સ્થિત ગ્રાઉન્ડ પર પહોંચી હતી જ્યાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું સભા સ્થળે પહોંચતાની સાથેજ જશવંત સિંહ ભાભોર દ્વારા ઉપસ્થિત મેદનીનું પુષ્પ વર્ષા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું જોકે કાળ ઝાળ ગરમીના કારણે જાહેર સભામાં અનેક ખુરશીઓ ખાલી પણ જોવા મળી હતી અને ચાલુ સભા માજ લોકો એ ચાલતી પકડી હોવાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. ભાજપના ઉમદવાર જશવંત સિંહ ભાભોરે દાહોદ લોકસભા બેઠક ભાજપ 5 લાખથી વધુની જંગી લીડ થી જીતવાનો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો.