December 19, 2024

કિંગખાને KKRની મેચમાં કર્યું કંઇક એવું…લોકોએ કહ્યું- ‘ડાઉન ટૂ અર્થ’

Shah Rukh Khan KKR IPL Match: બોલિવૂડનો બાદશાહ એટલે કે શાહરૂખ ખાન ઘણીવાર તેની IPL ટીમ KKRને સપોર્ટ કરવા પહોંચતો જોવા મળે છે. ગઈકાલે પણ, શાહરૂખ ખાન દીકીરી સુહાના અને દીકરા અબરામ સાથે કોલકાતામાં KKR અને LSG વચ્ચેની મેચમાં તેની ટીમને ચીયર કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન શાહરૂખ ખાને સ્ટેડિયમમાં કંઈક કર્યું, જેનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. શાહરૂખનો વાયરલ વીડિયો જોઈને ફેન્સ અભિનેતાને ડાઉન ટુ અર્થ કહી રહ્યા છે.

શાહરૂખ ખાનનો વીડિયો થયો વાયરલ
શાહરૂખ ખાન વીડિયો એક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xપર એક ક્લિપ શેર કરી છે. જ્યાં મેચ પુરી થયા બાદ શાહરૂખ ખાન કોલકાતા નાઈટ રાઈડર્સના ધ્વજ ઉપાડતો જોવા મળે છે જે જમીન પર પડ્યા હતા. ધ્વજ એકઠા કરીને ખુરશી પર મૂક્યા પછી શાહરૂખ ખાન ફેન્સને હાથ ઉંચો કરે છે અને બાય કહે છે. શાહરૂખ ખાનના આ વર્તનનો વીડિયો જોઈને ફેન્સ પાગલ થઈ ગયા છે. એટલું જ નહીં સોશિયલ મીડિયા પર કોમેન્ટ કરતી વખતે કિંગ ખાનના ફેન્સ અભિનેતાને ડાઉન ટુ અર્થ વ્યક્તિ પણ કહી રહ્યા છે.

સુહાના ખાન અને અનન્યા પાંડેની તસવીરો પણ વાયરલ થઈ
KKR અને LSG વચ્ચેની મેચ જોવા માટે શાહરૂખ ખાનની સાથે ગયેલી સુહાના ખાન અને અનન્યા પાંડેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સુહાના ખાને ઈડન ગાર્ડન્સની ઘણી તસવીરો પણ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. જેમાં તેની મિત્ર અને અભિનેત્રી અનન્યા પણ જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે શાહરૂખ અબરામ અને સુહાના સાથે અનન્યા પાંડે પણ KKR મેચ જોવા માટે કોલકાતા ગઈ હતી. જ્યાંથી અનન્યાએ તેના ઈન્સ્ટા એકાઉન્ટના સ્ટોરી સેક્શનમાં ઘણા ફોટા પણ શેર કર્યા છે.