December 27, 2024

કોંગ્રેસમાંથી અમદાવાદ પૂર્વથી હિંમતસિંહ પટેલ તો રાજકોટથી પરેશ ધાનાણી મેદાને

gujarat lok sabha election congress declared candidate mahesana ahmedabad east rajkot and navsari

અમદાવાદઃ ગુજરાતની 26 બેઠક પર આખરે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. કોંગ્રેસે બાકીની ચાર બેઠક પર ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. જેમાં મહેસાણાથી રામજી ઠાકોર, અમદાવાદ પૂર્વથી હિંમતસિંહ પટેલ, રાજકોટથી પરેશ ધાનાણી અને નવસારીથી નૈષધ દેસાઈને ટિકિટ આપી છે.

આ ઉપરાંત ગુજરાત વિધાનસભાની પાંચ સીટ પર પણ ઉમેદવારોની જાહેરાત કરી છે. જેમાં વિજાપુરથી દિનેશ પટેલ, પોરબંદરથી રાજુ ઓડેદરા, માણાવદરથી હરિભાઈ કણસાગરા, ખંભાતથી મહેન્દ્રસિંહ પરમાર અને વાઘોડિયાથી કનુભાઈ ગોહિલને ટિકિટ આપી છે.

ભાજપની વાત કરવામાં આવે તો, અમદાવાદ પૂર્વ બેઠકથી તેમણે હસમુખ પટેલને મેદાને ઉતાર્યા છે. જ્યારે મહેસાણાથી હરિ પટેલ, રાજકોટથી પરશોત્તમ રૂપાલા અને નવસારીથી સીઆર પાટીલ મેદાનમાં ઉતાર્યા છે.

પરશોત્તમ રૂપાલા વિવાદાસ્પદ નિવેદનને લઈને ચર્ચામાં
બીજી તરફ, રાજકોટના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના ક્ષત્રિય અંગેના વિવાદાસ્પદ નિવેદનને કારણે છેલ્લા ઘણાં દિવસથી ક્ષત્રિયો આકરા પાણીએ છે અને ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. ક્ષત્રિયોની એક જ માગ છે કે, પરશોત્તમ રૂપાલાની ટિકિટ પાછી ખેંચવામાં આવે. બે દિવસ પહેલાં કોંગ્રેસના દિગ્ગજ નેતા લલિત કગથરાએ કહ્યુ હતુ કે, ભાજપ રૂપાલાની ટિકિટ પાછી નહીં ખેંચે તો રાજકોટથી અમે પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારીશું. ત્યારે આખરે નામની જાહેરાત થઈ ગઈ છે.

ક્યાંથી કોણ મેદાનમાં?

સીટ ભાજપ કોંગ્રેસ-આમ આદમી પાર્ટી
1 ગાંધીનગર અમિત શાહ સોનલ પટેલ
2 રાજકોટ પરશોત્તમ રૂપાલા પરેશ ધાનાણી
3 પોરબંદર મનસુખ માંડવિયા લલિત વસોયા
4 જામનગર પૂનમ માડમ જેે.પી. મારવિયા
5 કચ્છ વિનોદ ચાવડા નીતિશ લાલણ
6 અમદાવાદ પૂર્વ હસમુખ પટેલ હિંમતસિંહ પટેલ
7 પાટણ ભરતસિંહ ડાભી ચંદનજી ઠાકોર
8 જૂનાગઢ રાજેશ ચુડાસમા હીરા જોટવા
9 આણંદ મિતેષ પટેલ અમિત ચાવડા
10 ખેડા દેવુસિંહ ચૌહાણ કાળુસિંહ ડાભી
11 દાહોદ જસવંતસિંહ ભાભોર ડૉ. પ્રભા તાવિયાડ
12 ભરૂચ મનસુખ વસાવા ચૈતર વસાવા (આમ આદમી પાર્ટી)
13 બારડોલી પ્રભુ વસાવા સિદ્ધાર્થ ચૌધરી
14 નવસારી સીઆર પાટીલ નૈષધ દેસાઈ
15 અમરેલી ભરત સુતરિયા જેની ઠુમ્મર
16 ભાવનગર નિમુ બાંભણિયા ઉમેશ મકવાણા (આમ આદમી પાર્ટી)
17 પંચમહાલ રાજપાલસિંહ જાદવ ગુલાબસિંહ ચૌહાણ
18 વડોદરા ડૉ. હેમાંગ જોશી જશપાલસિંહ પઢિયાર
19 છોટા ઉદેપુર જસુ રાઠવા સુખરામ રાઠવા
20 સુરત મુકેશ દલાલ નીલેષ કુંભાણી
21 વલસાડ ધવલ પટેલ અનંત પટેલ
22 મહેસાણા હરિ પટેલ રામજી ઠાકોર
23 સાબરકાંઠા શોભના બારૈયા તુષાર ચૌધરી
24 અમદાવાદ પશ્ચિમ દિનેશ મકવાણા ભરત મકવાણા
25 સુરેન્દ્રનગર ચંદુ શિહોરા ઋત્વિક મકવાણા
26 બનાસકાંઠા ડૉ. રેખા ચૌધરી ગેનીબેન ઠાકોર