સુરેન્દ્રનગર લોકસભા બેઠકનું ગણિત, છેલ્લી પાંચ ચૂંટણીમાં ત્રણવાર BJP તો બેવાર કોંગ્રેસની જીત
વિજય ભટ્ટ, સુરેન્દ્રનગરઃ આ લોકસભાની બેઠક પર બીજેપીએ ચુંવાડિયા કોળી સમાજના ચંદુભાઈ શિહોરાને ટિકિટ આપી છે. તેમનો જન્મ 1 જૂન, 1962માં હળવદ તાલુકાના કેદારીયા ગામે થયો હતો. તેમણે BE (સિવિલ) સુધી અભ્યાસ કર્યો છે. તેમણે જિલ્લા પંચાયત મોરબીમાં પ્રમુખની જવાબદારી પણ સંભાળી છે અને પૂર્વ ઉપપ્રમુખ જિલ્લા ભાજપ મોરબી, કોષાધ્યક્ષ જિલ્લા ભાજપ મોરબી, વાંકાનેરના ગ્રામ્ય મંડળના પ્રભારી અને પૂર્વ કારોબારી ચેરમેન તાલુકા પંચાયત હળવદ, પૂર્વ પ્રમુખ કેદારીયા દૂધ ઉત્પાદન સહકારી મંડળી સહિતની જવાબદારીઓ પણ તેમણે સંભાળી છે.
કોંગ્રેસના ઉમેદવાર ઋતિકભાઇ મકવાણાની વાત કરવામાં આવે તો સાયલા તાલુકાના ધજાળા ગામે તારીખ 15/04/1975માં જન્મ થયો હતો અને તેમએ અભ્યાસ B.RS. (ENGLISH) /D.B.Ed અભ્યાસ કર્યો છે. વ્યવસાયે તેઓ આચાર્ય ઉત્તર બુનિયાદી સાપર ગામે શિક્ષક છે. તેમણે ગુજરાતી હિન્દી અને અંગ્રેજી ત્રણ ભાષા ઉપર તેઓનું પ્રભુત્વ છે. જો રાજકીય રીતે જોવા જઈએ તો તેઓ પૂર્વ કેબિનેટ મંત્રી કરમશીભાઇ મકવાણા અને પૂર્વ સાંસદ સવશીભાઈ મકવાણા પરિવારમાંથી આવે છે. તેઓ 2017થી 2023 સુધી ધારાસભ્ય તરીકે ચોટીલા બેઠક પરથી ચૂંટાઈ આવ્યા હતા. વર્ષ 2023માં તેઓની ચોટીલા વિધાનસભામાંથી હાર થઈ હતી. તેઓ ગુજરાતના અધ્યક્ષ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ અને અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાત પ્રમુખ પણ રહી ચૂક્યા છે.
આ પણ વાંચોઃ સુરેન્દ્રનગર વિકાસથી વંચિત! નથી પ્રાથમિક સુવિધા કે નથી ઉદ્યોગ-રોજગારી
સુરેન્દ્રનગર લોકસભાની બેઠકમાં વઢવાણ, ધાંગધ્રા, પાટડી, ચોટીલા, લીંબડી, ધંધુકા અને વિરમગામ વિધાનસભાનો સમાવેશ થાય છે. જ્યારે આ તમામ વિધાનસભાની બેઠક ભાજપ હસ્તક છે. લોકસભાની બેઠકમાં અમદાવાદ ગ્રામ્યની બે વિધાનસભા વિરમગામ અને ધંધુકા, જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાની ધાંગધ્રા અને હળવદ વિધાનસભામાં હળવદ તાલુકાના મોરબી જિલ્લો પણ આવે છે. આમાં ત્રણ જિલ્લાના વિસ્તાર સાથે સુરેન્દ્રનગર લોકસભા બેઠક જોડાયેલી છે. જ્યારે આ બેઠક પર 1999થી યોજાયેલી છેલ્લી પાંચ ચૂંટણીમાં ત્રણવાર બીજેપીના ઉમેદવારનો વિજય થયો છે અને બેવાર કોંગ્રેસના ઉમેદવાર વિજય થયો હતો.
છેલ્લી પાંચ ચૂંટણીનું પરિણામ
- 1999માં સૌશીભાઈ મકવાણા – કોંગ્રેસ
- 2004માં સોમાભાઈ પટેલ – બીજેપી
- 2009માં સોમાભાઈ પટેલ – કોંગ્રેસ
- 2014માં દેવજીભાઈ ફતેપરા – બીજેપી
- 2019માં ડોક્ટર મહેન્દ્ર મુજપરા – બીજેપી
બેઠકનું જાતીય ગણિત જોવામાં આવે તો આ બેઠક પર કોળી સમાજનું વધુ પ્રભુત્વ જોવા મળી રહ્યું છે. પરંતુ આ વખતે કોળી સમાજના મતમાં વિભાજન થઈ શકે તેવી શક્યતાઓ છે. કારણ કે, બીજેપીમાંથી ચુંવાળીયા કોળીના ચંદુભાઈ શિહોરાને ટિકિટ આપવામાં આવી છે અને કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય ચોટીલાના તળપદા કોળીમાંથી આવતા ઋત્વિક મકવાણાને ટિકિટ આપી છે. આ બેઠક પર કુલ 20,26,252 મતદારો છે. જેમાં પુરુષો 10,53,807 અને મહિલાઓ 9,72,413 છે.