December 26, 2024

દુતાવાસ પર એરસ્ટ્રાઇક બાદ ઈરાનની ચેતવણી, ઈઝરાયલ જવાબી હુમલા માટે તૈયાર

હમાસ-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે વધુ એક યુદ્ધ થશે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. ઈરાન ઈઝરાયેલ પર મોટો હુમલો કરી શકે છે. આ ચેતવણીને ધ્યાનમાં રાખીને, ઈઝરાયેલે શુક્રવારે ઈરાન અથવા તેના પ્રોક્સીઓ દ્વારા હુમલો થવાની સંભાવના માટે તૈયાર હોવાની પણ વાત સામે આવી છે.

હુમલાનો આરોપ લગાવ્યો
કહેવામાં આવી રહ્યું છે કે ઈરાન ઈઝરાયેલ પર મોટો હુમલો કરી શકે તેમ છે. ગઈ કાલે શુક્રવારે ઈરાન અથવા તેના પ્રોક્સીઓ દ્વારા હુમલો થવાની સંભાવના માટે તૈયાર હોવાની વાત કરી હતી. જેને લઈને જેતરમાં જ સીરિયામાં ઈરાનના કોન્સ્યુલેટ પર હુમલો થયો હતો. જેમાં બે ઈરાની જનરલ માર્યા ગયા હતા. જેમાં ઈરાન નારાજ જોવા મળી રહ્યો છે. ઈરાને આરોપ પણ લગાવ્યો કે તેણે વળતી કાર્યવાહીની પણ ચેતવણી આપી છે.

નાગરિકોને ચેતવણી આપી
ભારત, ફ્રાન્સ, પોલેન્ડ અને રશિયાએ તેમના નાગરિકોને આ પ્રદેશમાં મુસાફરી ન કરવાની સુચના આપી દેવામાં આવી છે. છેલ્લા સાત મહિનાથી હમાસ અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ઇઝરાયેલની સેનાએ નાગરિકોને નવી સૂચનાઓ જારી કરવામાં આવી છે. એક માહિતી અનુસાર કેટલાક ઇઝરાયેલના રાજદ્વારી મિશનને આંશિક રીતે ખાલી કરવામાં આવ્યા છે અને સુરક્ષા વધારી દેવામાં આવી છે. ઇઝરાયેલના એક મીડિયામાં કહેવામાં આવ્યું કે સરકાર એવું કહી રહી છે કે બદલો લેવામાં આવશે અને આગામી થોડા દિવસોમાં.

આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરમાં ટૂંક સમયમાં વિધાનસભા ચૂંટણી થશે, રાજ્યનો દરજ્જો પણ મળશે: PM મોદી

આ છે મામલો
1 એપ્રિલે સીરિયામાં ઈરાનના કોન્સ્યુલેટ પર હુમલો થયો હોવાનું સામે આવ્યું છે. જેમાં દૂતાવાસનો એક ભાગ સંપૂર્ણ રીતે તોડી પાડવામાં આવ્યો હતો. આ હુમલામાં પાંચ અધિકારીઓની સાથે બે ટોચના ઈરાની લશ્કરી જનરલના મોત થઈ ગયા હતા. આ હુમલા માટે ઈઝરાયેલને જવાબદાર ઠેરવી રહ્યું છે. જેને લઈને તેઓ વળતો જવાબ આપશે અને તેના પર કાર્યવાહી કરશે તેવી વાત કહી છે. ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખમેનીએ બુધવારે ચેતવણી આપી હતી. જેમાં તેમણે કહ્યું કે અમે ચોક્કસ જવાબ આપીશું. ઈરાની દૂતાવાસ પર થયેલા હુમલામાં હિઝબુલ્લાહના લડવૈયાઓ પણ માર્યા ગયા છે. ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે ઈરાન દ્વારા ઈઝરાયેલ પર હુમલો કરવાની તૈયારીઓ કરી દેવામાં આવી છે.