પૂર્વ ક્રિકેટર આકાશ ચોપરા સંજુ સેમસનને સમજદાર કેપ્ટન નથી માનતા!
IPL 2024: રાજસ્થાન રોયલ્સને બુધવારે IPL 2024માં તેમની બેદરકારીનો ભોગ બનવું પડ્યું હતું. રાજસ્થાનની ટીમને આ લીગની પહેલી મેચમાં હાર મળી હતી. ગુજરાત ટાઇટન્સને છેલ્લી બે ઓવરમાં જીત માટે 35 રનની જરૂર હતી. આ સમયે કેપ્ટન સંજુ સેમસને ખૂબ જ ખરાબ કેપ્ટનશિપનો નિર્ણય લીધો હતો. જેના કારણે તેનું પરિણામ ભોગવવું પડ્યું હતું અને આખરે ટીમને હારવાનો વારો આવ્યો હતો.
હારનો સામનો
જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 196 રન બનાવી દીધા હતા. જેમાં ગુજરાતની ટીમે છેલ્લા બોલે સાત વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. રાશિદ ખાને અવેશ ખાનના બોલ પર બાઉન્ડ્રી ફટકારીને જીટીની જીત પર મહોર મારી દીધી હતી. રાજસ્થાન રોયલ્સના કેપ્ટનની એક ભૂલના કારણે ટીમને હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો.
આ પણ વાંચો: રોહિત શર્મા ટીમ બસમાં નહીં પરંતુ આકાશ અંબાણી સાથે સ્ટેડિયમ પહોંચ્યો, VIDEO
સંજુ સેમસનની મોટી ભૂલ
રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસન પાસે સતત પાંચમી જીત નોંધાવવાની જોરદાર તક હતી. જો આ મેચમાં જીત પ્રાપ્ત થાત તો ટીમના નામે વધુ એક રેકોર્ડ બની જાત. ગુજરાતને જીતવા માટે છેલ્લા 12 બોલમાં 35 રનની જરૂર હતી. તે સમયે રાજસ્થાન રોયલ્સના અગ્રણી ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટના સ્પેલમાં બે ઓવર બાકી હતી. અહીં RRના કેપ્ટન સંજુ સેમસને 19મી ઓવર કુલદીપ સેનને ફેંકી હતી. કુલદીપ સેને ઓવરમાં 20 રન ખર્ચ્યા હતા. તેની સામે સંજુ સેમસન પાસે મોટો વિકલ્પ હતો. તેની ભૂલ એ થઈ ગઈ કે તેણે યુવા ફાસ્ટ બોલર અવેશ ખાનને જવાબદારી સોંપી દીધી હતી.
પૂર્વ ક્રિકેટરે આપ્યો ઠપકો
ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર આકાશ ચોપરાએ પણ સંજુ સેમસન ટ્રેન્ટ બોલ્ટનો ઉપયોગ ન કરવા પર સવાલ ઉઠાવ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં તેમણે કહ્યું કે જો તમે પૂરતો સ્કોર બનાવ્યો હોય તો તમારી પાસે બોલરો છે જે તે મેચને સુરક્ષિત કરી શકે તેમ છે. આમ છતાં કેશવ મહારાજે ડેબ્યૂ કર્યું અને માત્ર બે ઓવર નાંખી હતી. તેણે આગળ એમ પણ કહ્યું કે “ટ્રેન્ટ બોલ્ટે માત્ર બે ઓવર શા માટે ફેંકી? જોકે અહિંયા ગુજરાતની ટીમની વાત કરવામાં આવે તેનું પ્રદર્શન સારૂ જોવા મળ્યું હતું.