December 27, 2024

મહેન્દ્રગઢમાં ભયાનક માર્ગ અકસ્માતઃ સ્કૂલ બસ પલટી, 5 બાળકોના મોત

School Bus Accident: હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લામાં ગુરુવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માત મહેન્દ્રગઢના ઉન્હાની ગામમાં થયો હતો, જ્યાં બાળકોને શાળાએ લઈ જતી સ્કૂલ બસ પલટી થઇ ગઇ હતી. આ અકસ્માતમાં 5 બાળકોના મોતના સમાચાર આવી રહ્યા છે. ઘણા બાળકો ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવ્યો છે. અકસ્માતની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બાળકોને હોસ્પિટલ લઈ ગઈ હતી.

પોલીસે ક્રેનની મદદથી બસને સીધી કરી હતી. અકસ્માત કેવી રીતે થયો તેની તપાસ કરવામાં આવી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે અકસ્માત સમયે બસમાં 40 બાળકો સવાર હતા. અકસ્માત ઓવરટેકિંગને કારણે થયો હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ બસ ડ્રાઈવર દારૂના નશામાં હતો. પોલીસે બસ ડ્રાઈવરને કસ્ટડીમાં લઈ તેને મેડિકલ સારવાર માટે મહેન્દ્રગઢ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ભારતમાં લઘુમતીઓની સ્થિતિ સાથે જોડાયેલા મુદ્દા પર PM મોદીનું મોટું નિવેદન

મળતી માહિતી મુજબ, ઈદની સરકારી રજા હોવા છતાં આજે મહેન્દ્રગઢની જીએલ પબ્લિક સ્કૂલ ખુલી હતી. બાળકો સ્કૂલ બસમાં શાળાએ જઈ રહ્યા હતા. બસ ઉન્હાની ગામ પહોંચી કે તરત જ પલટી ગઈ. આ અકસ્માતમાં અનેક બાળકો ઘાયલ થયા છે. ઘાયલ બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં 5 બાળકોના મોતના સમાચાર છે. અકસ્માતની માહિતી મળતા જ પોલીસ, પ્રશાસન અને બાળકોના માતા-પિતા પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. હાલ ઘાયલ બાળકોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે સારવાર પ્રાથમિકતા છે અને ત્યાર બાદ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવશે.