IPL 2024: આજે ગુજરાત પાસે છે ખરી તક!
IPL 2024માં અત્યાર સુધીમાં 23 મેચ રમાઈ ગઈ છે. 23મી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ હતી. જેમાં પંજાબની ટીમનો 2 રને પરાજય થયો હતો. જોકે આ હાર બાદ પણ પોઈન્ટ ટેબલમાં કોઈ ફેરફાર થયો નથી. આવો જોઈએ પોઈન્ટ ટેબલની સ્થિતિ કોણ ક્યાં ક્રમાંકે છે.
સમસ્યાઓ ચોક્કસ વધી ગઈ
આ રોમાંચક મેચમાં પંજાબની ટીમની 2 રનના કારણે હાર થઈ હતી. જોકે ગઈ કાલની મેચ બાદ ટાઈમ ટેબલમાં કોઈ ફેરફાર જોવા મળી રહ્યો નથી. હૈદરાબાદની ટીમની વાત કરવામાં આવે તો હાલમાં આ ટીમ પાંચમાં સ્થાન પર છે. પંજાબનું સ્થાન છઠ્ઠા સ્થાને છે. જોકે પંજાબની સમસ્યા વધી ગઈ છે, કારણ કે અત્યાર સુધી પંજાબ 5 મેચમાં માત્ર 4 પોઈન્ટ જ કમાઈ શક્યું છે. હવે આજના દિવસે રાજસ્થાન અને ગુજરાત વચ્ચે મેચ છે. આજે સિઝનની 24મી મેચ રમાવાની છે. જો આજની મેચમાં ગુજરાતની ટીમનો વિજ્ય થાય છે તો ઘણો બદલાવ પોઈન્ટ ટેબલમાં આવી શકે છે. જેના કારણે પોઈન્ટ ટેબલ અને પ્લે ઓફની રેસ રસપ્રદ બની જશે.
આ પણ વાંચો: શુબમન ગિલ અને સંજુ સેમસનની આજે પ્લેઇંગ ઈલેવન કેવી રહેશે?
RR vs GT મેચ પછી શું થશે?
આજે IPLની 24મી મેચ રાજસ્થાન અને ગુજરાત વચ્ચે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાવાની છે. ગુજરાતની ટીમની હાર થાય છે તો પોઈન્ટ ટેબલ પર બહુ અસર નહીં જોવા મળે. ગુજરાતની ટીમ મેચ જીત છે તો કરે તો પ્લે ઓફની રેસ રોમાંચક બની શકે છે. હવે જોવાનું રહ્યું આજની મેચમાં કોણ જીત પ્રાપ્ત કરે છે અને કોને હારનો સામનો કરવાનો વારો આવે છે. પરંતુ એ વાત અહિંયા ચોક્કસ છે કે આજની મેચ રોમાચંક થવાની છે.