આજે હોમ ગ્રાઉન્ડ પર ‘રોયલ’ ટેસ્ટ, રાજસ્થાન સામે બેંગલુરુ જીત માટે ઉતરશે
IPL 2024: આજે IPL 2024માં રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમ 19મી મેચમાં એકબીજાનો સામનો કરશે. બંને વચ્ચેની આ મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાશે. રાજસ્થાન રોયલ્સ હોમ ગ્રાઉન્ડ પર જીતના ઈરાદા સાથે મેદાને ઊતરશે. જ્યારે RCBમાંથી ફરી કોઈ મોટો રેકોર્ડ સામે એવી પૂરી શક્યતા છે. જો કે, આ વખતે ફાઈનલ સુધી પહોંચવા ‘વિરાટ’ સેના સારી એવી મહેનત કરી રહી છે. રાજસ્થાને આ સિઝનમાં અત્યાર સુધી ત્રણ મેચ રમી છે અને ત્રણેયમાં જીત મેળવી છે.
આવો છે ટીમ રીવ્યૂ
જ્યારે બેંગલુરુએ 4 મેચ રમી છે અને માત્ર 1 જીત મેળવી છે. આવી સ્થિતિમાં બંને વચ્ચેનો આ મુકાબલો ઘણો રસપ્રદ બની શકે છે. સૌથી પહેલા વાત એ કે, છેલ્લી વખત બંને ટીમો 2023 IPLમાં સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં આમને-સામને આવી હતી. જેમાં બેંગલુરુએ રાજસ્થાનને માત્ર 59 રનમાં ઓલઆઉટ કર્યું હતું અને 112 રનથી જીત મેળવી હતી. જોકે, આ વખતે સ્થિતિ ઘણી બદલી છે. સંજુ સેમસનની ટીમમાં ઘણા સારા બોલર્સ છે. જ્યારે બેંગલુરુની ટીમમાં મોટા કદના બેટર છે.
પિચ રિપોર્ટ
જયપુરનું સવાઈ માનસિંહ સ્ટેડિયમ બેટિંગ માટે અનુકૂળ પીચ આપે છે. T20 ક્રિકેટમાં અહીં બેટ્સમેનોનું વર્ચસ્વ છે. જો કે અહીં બોલરોને પણ થોડી મદદ મળે છે, પરંતુ બેટ્સમેનોનો દબદબો રહે છે. રાજસ્થાને આ સિઝનમાં અત્યાર સુધીમાં અહીં બે મેચ રમી છે, જેમાં તેણે જીત મેળવી છે. બંને હાઈ સ્કોરિંગ મેચો રહી છે. આવી સ્થિતિમાં આજે પણ બેંગલુરુ અને રાજસ્થાન વચ્ચે હાઈ સ્કોરિંગ મેચ જોવા મળી શકે છે. હવે મોટો સ્કોર કોણ આપે છે એ પણ રસપ્રદ છે.
આ પણ વાંચો: અભિષેક શર્માની ધૂંઆધાર બેટિંગ, ચેન્નાઈની ટીમનો છૂટી ગયો પરસેવો
મેચ રીપોર્ટ
આ સિઝનમાં અત્યાર સુધી રાજસ્થાનની ટીમ ખૂબ જ સારા ફોર્મમાં જોવા મળી રહી છે અને બીજી તરફ બેંગલુરુની હાલત ખરાબ જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં અનુમાન કહે છે કે આજે રાજસ્થાન જીત માટે પ્રબળ દાવેદાર હશે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે RCB આ મેચમાંથી પુનરાગમન કરવામાં સફળ રહે છે કે નહીં. બીજી તરફ જો બેંગલુરુની ટીમે રણનીતિ બદલી છે. જેની એક અસર મેદાન પર જોવા મળશે. ગ્રાઉન્ડ રીપોર્ટ પર નજર કરીએ તો રાજસ્થાન મજબૂત છે. પણ જ્યાં રેકોર્ડની વાત આવે ત્યાં બેંગ્લુરૂ એના કરતા ઘણું આગળ છે.
રાજસ્થાન રોયલ્સની ઇલેવન પ્લેઇંગ
જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન (કેપ્ટન/વિકેટકીપર), રાયન પરાગ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, રવિચંદ્રન અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, નાન્દ્રે બર્જર, અવેશ ખાન, ટ્રેન્ટ બોલ્ટ, ઈમ્પેક્ટ પ્લેયર- શુભમ દુબે.
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ઇલેવન પ્લેઇંગ
વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, કેમરોન ગ્રીન, અનુજ રાવત (વિકેટકીપર), દિનેશ કાર્તિક, મયંક ડાગર, રીસ ટોપલી, મોહમ્મદ સિરાજ, યશ દયાલ.