January 14, 2025

આજે GT vs PBKSનો ‘મહામુકાબલો’

IPL 2024: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ફરી મેચનો મુકાબલો થવાનો છે. IPLમાં આજે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સની ટીમો એકબીજા સામે ટકરાશે. હવે જોવાનું રહ્યું કે ગુજરાત ટાઇટન્સની ઘર આંગણ જીત થાય છે કે પણ પંજાબ કિંગ્સનો વિજ્ય થાય છે.

મોદી સ્ટેડિયમમાં યોજાશે
આજે IPLમાં પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મેચ છે. શુભમન ગિલ પંજાબનો છે. પરંતુ તે પંજાબની ટીમમાં નહીં જોવા મળે. તે ગુજરાતની ટીમમાં છે. પંજાબની કમાન શિખર ધવનના હાથમાં છે. અત્યાર સુધીનું બંને ટીમનું પ્રદર્શન સરખું રહ્યું છે. ગુજરાતે અત્યાર સુધીમાં ત્રણમાંથી બે મેચ જીતી છે. હાર્દિક પંડ્યાએ ગુજરાતને છોડ્યું ત્યાર બાદ શુભમન ગિલને નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો:  રિષભ પંત પર મોટી કાર્યવાહી, BCCI એ 24 લાખનો દંડ ફટકાર્યો

જીતના ટ્રેક પર પાછા
અત્યાર સુધી રમાયેલી ત્રણ મેચમાંથી બેમાં જીત મેળવી છે. જોકે મહત્વની વાત એ છે કે બંને જીત અમદાવાદ એટલે કે હોમ ગ્રાઉન્ડ ઉપર જ થઈ છે. પંજાબ કિંગ્સની વાત કરવામાં આવે તો પહેલી મેચમાં દિલ્હીને હાર અપાવી હતી. પરંતુ તે પછીની તમામ બંને મેચ હાર ગઈ હતી. હવે આજની મેચમાં કંઈ ટીમને જીત મળે છે અને કંઈ ટીમને હાર મળે છે તે જોવાનું રહ્યું. જોકે ગુજરાતની ટીમ પુરો પ્રયત્ન કરશે કે તેને ઘર આંગણે હારનો સામનો ના કરવો પડે.

તક આપી શકે છે
જો આજની મેચમાં સંભવિત પ્લેઈંગ ઈલેવન વિશે વાત કરવામાં આવે તો શાહરૂખ ખાનને તક આપવામાં આવે તો સારૂ રહેશે. તેને મોંઘા ભાવે ખરીદ્યો હતો પરંતુ તે અત્યાર સુધીમાં એક પણ મેચ રમ્યો નથી. એક અંદાજા મુજબ જો તેને ટીમમાં લાવવામાં આવે તો વિજય શંકર પોતાનું સ્થાન ગુમાવી શકે છે. જો શાહરૂખ ઈમ્પેક્ટ પ્લેયર તરીકે આવે તો તે સારૂ પ્રદર્શન કરી શકે છે. શાહરૂખને સ્થાન મળે છે કે નહીં તે જોવાનું રહ્યું.

પંજાબ કિંગ્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન: સેમ કુરન, જોની બેરસ્ટો (વિકેટકીપર), પ્રભસિમરન સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), લિયામ લિવિંગસ્ટોન, હર્ષલ પટેલ, હરપ્રીત બ્રાર, કાગીસો રબાડા, રાહુલ ચહર, અર્શદીપ સિંહ, શિખર ધવન (કેપ્ટન)

ગુજરાત ટાઇટન્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન: રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), બી સાઇ સુદર્શન, અઝમતુલ્લા ઓમરઝાઇ, શાહરૂખ ખાન/વિજય શંકર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, નૂર અહેમદ, મોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), ડેવિડ મિલર