December 18, 2024

IRCTCનું ખાસ પેકેજ, યૂરોપના 5 દેશ ફરવાનો છે મોકો

અમદાવાદ: ભારતમાં દર વર્ષે એક લાખથી પણ વધારે લોકો યૂરોપ ફરવા જાય છે. યૂરોપ ભારતીયો માટેની પસંદીદા જગ્યા છે. જો તમે પણ યૂરોપના અલગ અલગ દેશોને ફરવા માંગો છો તો ઈન્ડિયા રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોરપોરેશન તમારા માટે એકદમ મસ્ત ટૂર પેકેજ લઈને આવ્યું છે. જેમાં IRCTCની વેબસાઈડ પર જાણકારી આપવામાં આવી છે. તે અનુસાર આ ટૂર પેકેજમાં તમને જર્મની, સ્વિઝરલેન્ડ સહિત યૂરોપના 5 દેશોને ફરવાની તક મળશે.

આ પેકેજની શરૂઆત લખનઉથી થાય છે. આઈઆરસીટીસીનું આ પેકેડ 13 દિવસ અને 12 રાતનું છે. આ પેકેજમાં તમને ખાવા-પીવાની ચિંતા કરવાની જરૂર નથી. કારણે કે ટૂર પેકેજમાં આ તમામ વસ્તુનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યાત્રા 29 મે, 2024ના શરૂ થઈ રહી છે. જેની બુકીંગ શરૂ થઈ ગઈ છે. આ પેકેજમાં સ્વિટ્ઝરલેન્ડ, ફ્રાન્સ, નેધરલેન્ડ, બેલ્જિયમ અને જર્મની ફરવા મળશે.

ટૂર પેકેજની ખાસ વાત
આ ટૂર પેકેજનું European Express Ex Lucknow (NLO19) છે. જેમાં ડેસ્ટિનેશન કવરમાં બ્યૂરિખ, બ્રુસેલ્સ, ફ્રેકફર્ટ, એમ્સ્ટર્ડમ અને પેરિસ છે. આ ટૂર 13 દિવસ અને 12 રાતનું છે. જે 29 મે, 2024ના રોજ શરૂ થાય છે. આ સમગ્ર યાત્રા ફ્લાઈ્ટ દ્વારા કરવામાં આવશે. જે કન્ફર્ટ ક્લાસમાં મુસાફરી કરવા મળશે. જેમાં બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર પેકેજમાં સાથે મળશે.

આ પણ વાંચો: IRCTC અને Swiggy વચ્ચે ડીલ ફાઈનલ, ટ્રેનમાં મળશે વધુ સુવિધા

કેટલા થશે ખર્ચ?
ટૂર પેકેજ માટે ટૈરિફ પેસેન્જર દ્વારા પસંદ કરવામાં આવેલી ઓક્યુપેસી અનુસાર હશે. પેકેજની શરૂઆત 3,05,400 રૂપિયા પ્રતિ વ્યક્તિ હશે. જો તમે આ પેકેજમાં માત્ર સિંગર બુકિંગ કરાવી રહ્યા છો તો તમારે 3,67,800 રૂપિયા ખર્ચ કરવો પડશે. જો તમે 2 લોકો માટે બુકિંગ કરી રહ્યા છો તો તમારે પ્રતિ વ્યક્તિ 3,06,100 રુપિયાનો ખર્ચ કરવો પડશે અને જો તમે 3 લોકો માટે બુકિંગ કરી રહ્યા છો તો તમારે 3.05,400 રૂપિયાનો ખર્ચ કરવો પડશે.

કેવી રીતે કરશો બુકિંગ?
IRCTCના આ પેકેજનું બુકિંગ કરવા માટે તમારે IRCTCની ઓફિશિયલ વેબસાઈટ પર જવુ પડશે. જેમાં તમને પેકેજથી સંબંધિત તમામ માહિતી આપવામાં આવી છે.