November 14, 2024

કચ્ચાથીવૂ દ્વીપ મુદ્દે PM મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું – તેમના પર ભરોસો ન થાય

અમદાવાદ: કચ્ચાથીવૂ દ્વીપનો મુદ્દો લોકસભા ચૂંટણી પહેલા વધુ એક વખત સામે આવ્યો છે. વિધાનસભા ચૂંટણી પહેલા પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ દ્વીપનો ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્ચાથીવૂને લઈને કરવામાં આવેલી RTIના રિપોર્ટને લઈને કોંગ્રેસ અને વિપક્ષીને નિશાના પર લીધા છે. PM મોદીએ વિપોક્ષોને ઘેરતા કહ્યું કે, તથ્યો પરથી જાણવા મળે છે કે કોંગ્રેસે કેવી સરળતાથી કચ્ચાથીવૂ દ્વીપને જવા દીધો છે. જેના કારણે આજે દરેક ભારતીય નારાજ છે. ભારતની એકતા, અખંડતા અને હિતોને નબળું કરવાનું કામ કોંગ્રેસ છેલ્લા 75 વર્ષથી કરતું આવ્યું છે.

ચોંકાવનારુ સત્ય આવ્યું સામે
PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક રિપોર્ટ શેર કર્યો છે. આ પોસ્ટમાં PM એ લખ્યું કે, ચોંકાવનારૂ સત્ય સામે આવ્યું છે. નવા તથ્યો પરથી જાણવા મળે છે કે, કોંગ્રેસે કેવી રીતે કચ્ચાથીવૂ દ્વીપને જવા દીધું. આપણે કોંગ્રેસ પર ક્યારે પણ ભરોસો કરી શકાય નહીં.

શું છે સમગ્ર મામલો?
આઝાદી બાદ પણ જમીનનો આ ટુકડો ભારતના આધીન હતો. પરંતુ શ્રીલંકા આ દ્વીપને લઇ પોતાનો દાવો કરતું હતું. વર્ષ 1974માં આ કરાર અંતર્ગત તત્કાલિન પ્રધાનમંત્રી ઈંદિરા ગાંધીએ આ ટાપુને શ્રીલંકાને સોંપી દીધો હતો. હિંદ મહાસાગરમાં કચ્ચાથીવૂ દ્વીપ ભારતના દક્ષિણ ભાગમાં શ્રીલંકા વચ્ચે સ્થિત છે. આ દ્વીપ પર જ્વાળામુખીના વિસ્ફોટોના કારણે કોઇ રહેતું નથી. જોકે તેના પર સંપૂર્ણ નિયંત્રણ શ્રીલંકાનું જ છે. આ દ્વીપ પર ચર્ચ છે. ખાસ વાત એ છે કે, આ દ્વીપ માછીમારો માટે ખુબ જ ઉપીયોગી છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાની એક રિપોર્ટ અનુસાર, તમિલનાડુમાં ભાજપ અધ્યક્ષ કે અન્નામલાઈએ આરટીઆઇ દ્વારા આ દ્વીપને સોંપવાને લઇ દસ્તાવેજો હાંસલ કર્યા છે. દસ્તાવેજોના હિસાબે આ દ્વીપ ભારતથી 20 કિલોમીટર દૂર સ્થિત છે અને તેનો આકાર 1.9 વર્ગ કિલોમીટરનો છે. ભારતની આઝાદી બાદથી જ શ્રીલંકા એટલે કે ત્યારથી સીલોન તેના પર દાવો કરવા લાગ્યું. 1955માં સીલોનની નેવીએ આ દ્વીપ પર યુદ્ધાભ્યાસ કર્યો. ત્યાં જ ભારતીય નેવીને યુદ્ધાભ્યાસ કરવાથી રોકી દેવામાં આવી હતી.

આ પણ વાંચોઃ કેવી રીતે ઈંદિરા ગાંધીએ શ્રીલંકાને આપી દીધી ભારતની જમીન? RTIમાં ખુલાસો

પંડિત નેહરૂએ કહ્યું હતું – દ્વીપ આપવાથી સંકોચ નહીં કરૂં
પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરૂ એ એક વખત સંસદમાં કહ્યું હતું કે, હું નથી ઈચ્છતો કે આ દ્વીપનો મુદ્દો વારંવાર સંસદમાં સાંભળવા મળે માટે આપણે તેને લઇ આપણો દોવો જતો કરવામાં સંકોચ નહીં કરીએ. ત્યારના કોમનવેલ્થ સેક્રેટરી વાઈડી ગુંદેવિયાએ એક નોટ તૈયાર કરી હતી. તેને 1968માં સલાહકાર સમિતિના બેકગ્રાઉન્ડ તરીકે ઉપીયોગ કરાયો હતો.

ખરેખરમાં 17મી સતાબ્દી સુધી આ દ્વીપ મદુરાઇના રાજા રામનદની જમીનદારીને આધિન હતો. જોકે બ્રિટિશ હુકૂમત દરમિયાન આ મદ્રાસ પ્રેસિડન્સીની અંતર્ગત આવી ગયો હતો. આ દ્વીપનો ઉપીયોગ માછીમારો કરતા હતા. ત્યાં જ આ દ્વીપને લઇ હંમેશા તણાવ રહ્યો છે. તેના પછી 1974માં બંને દેશો વચ્ચે બેઠક થઇ હતી. પ્રથમ બેઠક કોલંબોમાં અને બીજી બેઠક નવી દિલ્હીમાં. જેના પછી ઈંદિરા ગાંધીએ એક પ્રકારે દ્વીપને ભેટમાં શ્રીલંકાને આપી દીધો હતો. જ્યારે બેઠક થઇ ત્યારે ભારતે આ દ્વીપને લઇ ઘણા પૂરાવાઓ પણ રજૂ કર્યા હતા. જેમાં રાજા નામનદના અધિકારનો ઉલ્લેખ છે. ત્યાં જ શ્રીલંકા આવો કોઇ પ્રકારનો દાવો કરી શક્યો નહતું.

તે છતા વિદેશ સચિવે કહ્યું કે, શ્રીલંકાનો દાવો પણ મજબૂત છે. જેમાં દેખાડવામાં આવ્યું છે કે, દ્વીપ જફનાપટ્ટનમનો હિસ્સો હતો.ભારતની સર્વે ટીમ સ્વીકાર કરે છે કે, મદ્રાસ એવું નથી બતાવતું કે રામનદના રાજા પાસે તેનું ઓરિજનલ ટાઇટલ હતું. આ દ્વીપને સોંપવા માટે કરાર કરવામાં આવ્યો કે માછીમારો પોતાની જાળ સૂકવવા માટે આ દ્વીપનો ઉપીયોગ કરી શકે છે. આ સિવાય આ દ્વીપ પર ચર્ચાં ભારતીયો વીઝા વિના આવી શકે છે. 1976માં થયેલા વધુ એક કરારમાં કહેવામાં આવ્યું હતું કે, ભારતીય માછામારોના માછલી પકડનારાના જહાજોને લઇ શ્રીલંકાના એક્સક્લુસિવ ઝોનમાં જઇ શક્તા નથી. જેના પછી વિવાદ વધુ ભડક્યો હતો.

આ દ્વીપને શ્રીલંકાને સોંપવા દરમિયાન પણ તત્કાલિન મુખ્યમંત્રી કરૂણાનિધિએ તેનો વિરોધ કર્યો હતો. ત્યાં જ 1991માં તમિલનાડુની વિધાનસભામાં આ દ્વીપને ભારતમાં ભેળવવાનો પ્રસ્તાવ પણ પાસ કરાયો ગતો. જેના પછી 2008માં જયલલિતાએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, સંવિધાનમાં સંશોધન વિના ભારત સરકારે પોતાના દ્વીપને કોઇ અન્ય દેશને સોંપી દીધો. 2011માં તેમણે વિધાનસભામાં એક પ્રસ્તાવ પણ પારીત કરાવ્યો હતો. જોકે 2014માં એટોર્ની જનરલ મુકુલ રોહતગીએ કહ્યું હતું કે, આ દ્વીપ શ્રીલંકાને આપી દેવામાં આવ્યો છે અને જો તેનો પરત લેવો હોય તો યુદ્ધ લડવા સિવાય કોઇ બીજો રસ્તો નથી.