December 21, 2024

RCB ફરી એકવાર હાર્યું, KKR 7 વિકેટે જીતીને ટોપ-4માં પહોંચ્યું

અમદાવાદ: ગઈ કાલે IPLની 17મી સીઝનની 10મી મેચ હતી. જેમાં RCB સામેની મેચ 7 વિકેટથી જીતીને KKR સીધા પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગયું છે. RCBની હાર થતા તે છઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે.

પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર
IPLની 17મી સીઝનની 10મી મેચ બાદ પોઈન્ટ ટેબલમાં મોટો બદલાવ જોવા મળ્યો છે. જેમાં ગઈ કાલની મેચમાં RCB હારને કારણે મોટું નુકસાન થયું છે. 3 મેચમાં 1 જીત થતાં તે છઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે. 2 મેચમાં 2 જીત સાથે KKRનો નેટ રન રેટ 1.047 છે અને તેના પોઈન્ટ હવે 4 પર સ્થાન પર પહોંચી ગયું છે. પ્રથમ સ્થાજા સ્થાને રાજસ્થાન રોયલ્સ છે જેમણે પોતાની પહેલી 2 મેચ શાનદાર જીતી છે.

આ પણ વાંચો: એક વર્ષ પછી વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર આમનેસામને

છેલ્લા સ્થાન પર
IPLની 17મી સિઝનની 10 મેચો બાદ લખનૌ, ગુજરાત, દિલ્હીની ટીમ છેલ્લા સ્થાન પર છે. દિલ્હીનો નેટ રન રેટ પણ -0.528 છે. છેલ્લા બે સ્થાનો પર મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સની ટીમોએ કબજો જમાવ્યો છે. લખનૌએ અત્યાર સુધી માત્ર એક જ મેચ રમી છે જેનો નેટ રન રેટ -1.00 છે.

વિરાટના નામે સૌથી વધુ સિક્સરનો રેકોર્ડ
IPLમાં કોઈપણ એક ટીમ માટે સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ RCBના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીના નામે નોંધાયેલો છે. આ પહેલા આ રેકોર્ડ પૂર્વ આરસીબી ઓપનર ક્રિસ ગેલના નામે હતો. ગેલે RCB માટે 85 મેચ રમી અને આ દરમિયાન તેણે 239 સિક્સર ફટકારી હતી. જો કે વિરાટ કોહલીએ 240 મેચમાં 240 સિક્સર ફટકારી છે. ગેઈલ હવે બીજા સ્થાને પહોંચી ગયો છે. ત્રીજા નંબર પર એબી ડી વિલિયર્સનું નામ છે, જેમણે RCB માટે 156 મેચમાં 238 સિક્સર ફટકારી હતી.