December 21, 2024

કેવો રહેશે RCB vs KKRનો આજનો મુકાબલો? જાણો ખેલાડીઓ સહિત તમામ માહિતી

IPL 2024: આજની 10મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સની વચ્ચે હતી. ગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આજની મેચ રમાવાની છે. હાલ બંને ટીમ ટુર્નામેન્ટમાં પોતાની બીજી જીતની રાહ જોઈ રહી છે.

RCBની ટીમ
ગ્લેન મેક્સવેલ, વિરાટ કોહલી, અનુજ રાવત, દિનેશ કાર્તિક, સુયશ પ્રભુદેસાઈ, વિલ જેક્સ, મહિપાલ લોમરોર, કર્ણ શર્મા, મનોજ ભંડાગે, મયંક ડાગર, વિજયકુમાર મોહમ્મદ વિષાક, મયંક ડાગર, વિજયકુમાર વિશાલ , રીસ ટોપલી, હિમાંશુ શર્મા, રાજન કુમાર, કેમેરોન ગ્રીન, અલ્ઝારી જોસેફ, યશ દયાલ, ટોમ કુરન, લોકી ફર્ગ્યુસન, સ્વપ્નિલ સિંહ, સૌરવ ચૌહાણ, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), રજત પાટીદાર આ ખેલાડીઓનો સમાવેશ થાય છે.

KKRની ટીમ
નીતિશ રાણા, મનીષ પાંડે, રમનદીપ સિંહ, રિંકુ સિંહ, શાકિબ અલ હસન, અનુકુલ રાય, વેંકટેશ ઐયર, શેરફેન રધરફર્ડ, અંગક્રિશ રઘુવંશી, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, કેએસ ભરત, ફિલ સોલ્ટ, ફિલ સોલ્ટ, , વૈભવ અરોરા, ચેતન સાકરિયા, દુષ્મંથા ચમીરા, વરુણ ચક્રવર્તી, મિશેલ સ્ટાર્ક, મુજીબ ઉર રહેમાન, હર્ષિત રાણા, સુયશ શર્મા, શ્રેયસ અય્યર (કેપ્ટન) ખેલાડીઓ છે.

આ પણ વાંચો: રિયાન પરાગની ધૂંઆધાર બેટિંગ! દિલ્હી કેપિટલ્સનો પરસેવો છૂટ્યો

આજની મેચમાં ધૂમ મચાવશે
આજે IPL 2024માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે આજે મેચ રમાશે. આ મેચનું આયોજન ચિન્નાસ્વામી સ્ટેડિયમ બેંગલુરુમાં કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે આ મેચ જે સ્ટેડિયમમાં રમાવાની છે તે મોટા સ્કોર અને ઈનિંગ્સ માટે જાણીતું છે. અહિંયાના મેદાનમાં ટોસ જીતીને કેપ્ટન પહેલા બોલિંગ કરશે તેવો અંદાજ છે. કારણ કે મોટા ભાગની ટીમ અહિંયા ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કરે છે. આજના દિવસે પણ કંઈક નવો રેકોર્ડ બની શકવાની શક્યતા જોવા મળી રહી છે. આ મેદાન પર સૌથી વધુ સ્કોર 263 રન છે જે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 2013માં પુણે વોરિયર્સ સામે બનાવ્યો હતો. આ મેદાનમાં બેટ્સમેનનું પ્રદર્શન અત્યાર સુધી ખાસ જોવા મળ્યું છે. અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે આજની મેચમાં બેટ્સમેનો કંઈક નવો રેકોર્ડ બનાવશે.

બેંગલુરુમાં આજનું હવામાન
બેંગલુરુમાં આજ સવારે ઝાકળ જોવા મળ્યો હતો. સાંજ સમયે પણ તે સમસ્યાનો સામનો ટીમને કરવો પડી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે જી ઇનિંગ દરમિયાન મેદાન પર ઝાકળ જોવા મળી શકે છે. જેનો સીધો ફાયદો બીજી ઇનિંગમાં બેટિંગ કરનારી ટીમને મળી શકે છે. હાલ તો બેંગલુરુનું હવામાન સાફ છે અને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. હાલ કોઈ વરસાદની પણ શક્યતા જોવા મળી રહી નથી.

પોઈન્ટ ટેબલની સ્થિતિ
IPL 2024ના પોઈન્ટ ટેબલ પર હાલની સ્થિતિ મુજબ RCB ટીમ બે મેચમાં એક જીત અને એક હાર સાથે છઠ્ઠા સ્થાન પર છે. કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ તેની પહેલી મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાન પર હાલ છે. આજની મેચ જીતીને બંને ટીમો પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર કરવા ઈચ્છશે.