December 23, 2024

કેજરીવાલને દિલ્હી HCમાંથી ન મળી રાહત, HCએ EDને પણ પાઠવી નોટિસ

Delhi Excise Policy Case: દિલ્હીના કથિત લિકર કૌભાંડ કેસમાં જેલમાં રહેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને બુધવારે (27 માર્ચ, 2024) પણ રાહત મળી ન હતી. દિલ્હી હાઈકોર્ટે આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનરની વચગાળાની મુક્તિની માંગ કરતી અરજી પર તાત્કાલિક આદેશ આપવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે કહ્યું કે વિગતવાર સુનાવણી વિના આદેશ આપી શકાય નહીં. કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)નો જવાબ જોવો પણ જરૂરી છે. આ સમય દરમિયાન, કોર્ટે એમ પણ કહ્યું કે દિલ્હીના મુખ્યમંત્રીની કસ્ટોડિયલ પૂછપરછ દરમિયાન શું EDને કોઈ વધારાની માહિતી અથવા પુરાવા મળ્યા? અરવિંદ કેજરીવાલની મુક્તિ પર કોઈ આદેશ આપતી વખતે પણ આ જોવું પડશે.

EDએ 2 એપ્રિલ સુધીમાં જવાબ દાખલ કરવાનો રહેશે
દિલ્હી હાઈકોર્ટે પણ EDને નોટિસ પાઠવીને જવાબ આપવા માટે સમય આપ્યો છે. EDએ 2 એપ્રિલ 2024 સુધીમાં હાઈકોર્ટમાં પોતાનો જવાબ દાખલ કરવાનો છે, જ્યારે કેસની આગામી સુનાવણી 3 એપ્રિલ 2024ના રોજ થશે. તે જ સમયે, સીએમ અરવિંદ કેજરીવાલે અરજીમાં વચગાળાની મુક્તિની માંગ કરી હતી અને ધરપકડને ખોટી ગણાવી હતી.

આ પણ વાંચો: ચૂંટણી પંચે કોંગ્રેસના સુપ્રિયા શ્રીનેત અને ભાજપના દિલીપ ઘોષને મોકલી નોટિસ

ધરપકડનો હેતુ મને અને AAPને નબળા પાડવાનો: કેજરીવાલ
દિલ્હીના સીએમએ બુધવારે હાઈકોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે તેમની ધરપકડનો હેતુ તેમને અને AAPને નબળા પાડવાનો હતો. વધુમાં કેજરીવાલે તેમણે તાત્કાલિક મુક્તિ માટે વિનંતી કરી હતી. નોંધનીય છે કે, AAP કન્વીનરને 28 માર્ચ સુધી ED કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમણે એજન્સી દ્વારા ધરપકડ અને એક્સાઇઝ પોલિસી કેસમાં ટ્રાયલ કોર્ટ દ્વારા પસાર કરાયેલા રિમાન્ડ ઓર્ડર સામે હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો.

આ પણ વાંચો: દિલ્હીના CM અરવિંદ કેજરીવાલની તબિયત લથડી, શુગર લેવલ ઘટીને 46 થઈ ગયું

‘કોર્ટ કેજરીવાલને વચગાળાની રાહત પર વિચાર કરશે’
દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ સ્વર્ણ કાંતા શર્માએ કહ્યું કે તે મુખ્ય અરજી પર EDને નોટિસ જારી કરશે. કોર્ટે કહ્યું કે જો કેજરીવાલ વચગાળાની રાહત માંગે છે તો તેના પર વિચાર કરી શકાય છે. બીજી બાજુ ED વતી એસવી રાજુએ આનો વિરોધ કર્યો અને કહ્યું કે અમે આના પર અમારો જવાબ આપવા માંગીએ છીએ, આ માટે અમને થોડો સમય જોઈએ છે. નિર્ણયમાં કોર્ટે ED પાસેથી 2 એપ્રિલ સુધીમાં જવાબ માંગ્યો છે.