December 26, 2024

ભંગાર વેચીને મોદી સરકારે ભેગા કર્યા કરોડો….

Paper

મોદી સરકારની કામ કરવાની રીત કાંઈક અલગ જ હોય તેવા અનેક પુરાવાઓ આપણને મળી રહ્યા છે. એક યા બીજી રીતે સરકાર દેશના હિત માટે ભંડોળ ઊભુ કરી રહી છે. જેના જે તે ક્ષેત્રમાં બીજા વિકાસના કામો કરી શકે છે. હાલમાં જ નરેન્દ્ર મોદી સરકારે ખરાબ થયેલા ઓફિસ સાધનો અને જૂના વાહનો જેવો ભંગાર બની ગયા હતા. તેને વેચીને અંદાજે રૂ. 1,163 કરોડની કમાણી કરી છે.

આ વર્ષે સરકારે માત્ર ઓક્ટોબર મહિનામાં જ રૂ. 557 કરોડની કમાણી કરી છે. અહેવાલમાં જણાવાયું છેકે, ઓક્ટોબર 2021 થી કેન્દ્ર સરકારની કચેરીઓમાં 96 લાખ ફાઇલોની આશ્ચર્યજનક સંખ્યાને કાઢી નાખવામાં આવી છે. આ ફાઇલો કમ્પ્યુટર પર અપલોડ કરવામાં આવી છે. જેના ફાયદા રૂપે સરકારી કચેરીઓમાં લગભગ 355 લાખ ચોરસ ફૂટ જગ્યા ખાલી કરવામાં આવી છે. જેથી ઓફિસોમાં કોરિડોરની સફાઈ, મનોરંજન કેન્દ્રો તરીકે ખાલી જગ્યાનો ઉપયોગ અને અન્ય ઉપયોગી હેતુઓ થયા છે.

આ પણ વાંચો: 67 દિવસની પદયાત્રા કોંગ્રેસને 272ના આંકડા સુધી પહોંચાડશે?

સરકારે આ વર્ષે ભંગાર વેચીને જે રૂ. 556 કરોડની કમાણી કરી છે, તેમાંથી એકલા રેલ્વે મંત્રાલયે રૂ. 225 કરોડની કમાણી કરી છે. કમાણીના અન્ય મુખ્ય વિભાગોમાં સંરક્ષણ મંત્રાલય રૂ. 168 કરોડ, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય રૂ. 56 કરોડ અને કોલસા મંત્રાલય રૂ. 34 કરોડનો સમાવેશ થાય છે. આ વર્ષે ખાલી કરાયેલી કુલ 164 લાખ ચોરસ ફૂટ જગ્યામાંથી સૌથી વધુ 66 લાખ ચોરસ ફૂટ જગ્યા કોલસા મંત્રાલયમાં અને 21 લાખ ચોરસ ફૂટ જગ્યા ભારે ઉદ્યોગ મંત્રાલયમાં મુક્ત કરવામાં આવી છે. ત્યારબાદ રક્ષા મંત્રાલયમાં 19 લાખ ચોરસ ફૂટ જગ્યા ખાલી કરવામાં આવી હતી. આ વર્ષે લગભગ 24 લાખ ફાઈલો ડિલીટ કરવામાં આવી હતી. સ્વચ્છતા અભિયાનની અસરને કારણે સરકારમાં એકંદરે ઈ-ફાઈલ અપનાવવાનો દર લગભગ 96% સુધી પહોંચી ગયો છે.