December 19, 2024

હવે ફોન સ્વીચ ઓફ કર્યા પછી પણ શોધી શકશો, જાણો કેવી રીતે

અમદાવાદ: શું તમારો ફોન ચોરાઈ ગયો છે? ફોન સ્વીચ ઓફ હોય પછી તેને કેવી રીતે શોધવો? અમે તમારા માટે એવી માહિતી લઈને આવ્યા છીએ જે તમને ખુબ મદદ કરશે. જેના થકી તમારો ફોન બંધ પણ હશે તેમ છતાં ફોનનું લોકેશન તમે શોધી શકો છો.

લોકેશન સર્ચ કરવું પડશે
ગૂગલનું ફાઈન્ડ માય ફોન સ્માર્ટફોન સર્ચ કરવાની સુવિધા આપવામાં આવશે. ગૂગલ એક નવું ફીચર લાવી રહ્યું છે જેનો ફાયદો એ થશે કે સ્વીચ ઓફ સ્માર્ટફોનનું લોકેશન પણ મેળવી શકો છો. કહેવામાં આવી રહ્યું છે કે આ અપડેટ આગામી એન્ડ્રોઇડ 15 સાથે તમામ લોકોને મળી રહેશે. તેની વાર્ષિક ડેવલપર કોન્ફરન્સ Google I/O 2024 ની તારીખ જાહેર કરી દેવામાં આવી છે.

પ્રોડક્ટને શોધવામાં મદદ
Android ફોનમાં Find My Device સિસ્ટમની મર્યાદાઓ આપવામાં આવી છે. આ ફીચર આવવાના કારણે Android અને Wear OS ઉપકરણોને ટ્રેક થઈ શકે છે. આવનારા સમયમાં તેમાં પણ સુધારો થશે અને તે ઈન્ટરનેટ કનેક્શન ન હોય તો પણ ડિવાઈસને સર્ચ કરવામાં મદદ કરશે. જો આ ફીચર આવી જશે તો તે ઘણા લોકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફીચરને Google Pixel 9 સીરીઝ માટે રજૂ કરવામાં આવશે. ત્યાર બાદ બીજા ફોનમાં આપવામાં આવશે.

યુઝરને સરકારની કડક ચેતવણી
સરકારે સોશિયલ મીડિયા પ્રભાવકોને ઓનલાઈન સટ્ટાબાજી અને સટ્ટાબાજીની રમતોને પ્રોત્સાહન ન આપવા સૂચનાની જાહેરાત કરી છે. T અને પ્રસારણ મંત્રાલયે પ્રભાવકોને કડક આદેશ આપ્યો છે. સોશિયલ મીડિયા પર કોઈપણ પ્રકારની ઓનલાઈન સટ્ટાબાજી અને જુગારની રમતો અથવા આવા સરોગેટ પ્લેટફોર્મને પ્રોત્સાહન આપવું નહીં. કેન્દ્ર સરકારે ભાર આપતા કહ્યું કે આવી રીતે કોઈ પણ પ્રકારનો પ્રચાર કરતા સામે આવશે તો તેની ઉપર કાર્યવાહી કરવામાં આવશે. કાનૂની કાર્યવાહી માટે સોશિયલ મીડિયા એકાઉન્ટને કાઢી નાખવા અથવા પ્રતિબંધિત કરી શકે છે.