December 17, 2024

IPL 2024: નિયમ ભંગ બદલ KKRના હર્ષિત રાણા સામે કાર્યવાહી

અમદાવાદ: મેચમાં થયેલી બે ભૂલોને કારણે KKRના હર્ષિત રાણાની સામે કાર્યવાહી કરવામાં આવી છે. કારણ કે તેમણે મેચ દરમિયાન બે ભૂલોના કારણે દંડ મળ્યો છે. આ ખેલાડીએ છેલ્લી ઓવરમાં KKRને જીત અપાવી, પરંતુ તેમને તો પણ ઠપકો આપવામાં આવ્યો હતો.

હર્ષિત રાણાએ દંડ ફટકાર્યો
હર્ષિત રાણાને IPLના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ તેમને દંડ ફટકારવામાં આવ્યો છે. જેમાં તેમની ફીના 60 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. જોકે હર્ષિતે પોતાની થયેલી ભૂલની કબુલ પણ કરી હતી અને તેણે પોતાની સજા માટે દંડને પણ સ્વીકારી લીધો છે. તમને થશે કે એવું તો શું થયું કે તેણે મેચને જીત તો અપાવી એમ છતાં તેને દંડ ફટકારવામાં આવ્યો?

હર્ષિતને ઠપકો આપ્યો
હર્ષિત રાણાએ આ મેચની છેલ્લી ઓવરમાં KKRને જીત અપાવી હતી. જેના કારણે જીતનો શ્રેય હર્ષિત રાણાને જ જાય છે એમ છતાં તેને ઠપકો ખાવાનો વારો આવ્યો હતો. આ સાથે મેચ દરમિયાન હર્ષિતને ટ્રોલ થવાનો વારો આવ્યો હતો. જેને લઈને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસ્કરે પણ હર્ષિતને ઠપકો આપ્યો હતો. કારણ કે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે હર્ષિત રાણાએ ઓપનર મયંક અગ્રવાલને બાઉન્સર ફેંક્યો હતો. જેમાં મયંકે રમવાની પ્રયત્ન કર્યો હતો. જેમાં રિંકુ સિંહે શાનદાર કેચ લીધો હતો. જે બાદ હર્ષિત રાણાએ મયંક અગ્રવાલની વિકેટ લીધા બાદ ફ્લાઈંગ કિસ આપી હતી. જેને કારણે તે ટ્રોલ થઈ રહ્યો છે અને હર્ષિત ટ્રોલ થઈ રહ્યો છે.

KKRને જીત અપાવી
સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમને છેલ્લી બે ઓવરમાં જીતવા માટે 39 રનની જરૂર હતી. પરંતુ KKRના બોલર મિચેલ સ્ટાર્કે 19મી ઓવરમાં 26 રન આપ્યા હતા. અહીં SRHની જીત સરળ લાગી રહી હતી, કારણ કે હવે હૈદરાબાદની ટીમને જીતવા માટે છેલ્લી ઓવરમાં 13 રનની જરૂર હતી. પરંતુ છેલ્લી ઓવરમાં હર્ષિત રાણાએ શાનદાર બોલિંગ કરી અને 2 વિકેટ પણ લીધી. તેણે મેચમાં ચાર ઓવરમાં 33 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. KKRની જીતમાં તે સૌથી મોટો હીરો સાબિત થયો હતો.

ગુસ્સે થઈ ગયા
વાત જાણે એમ હતી કે KKRના ફાસ્ટ બોલર હર્ષિત રાણાએ મયંક અગ્રવાલની વિકેટ લીધા બાદ ફ્લાઈંગ કિસ આપી હતી. જેના કારણે તેના ઉપર પૂર્વ ખેલાડી ભારે રોષમાં જોવા મળ્યો હતો. જેને લઈને તેમણે નિવેદન આપ્યું હતું કે આ પ્રવૃત્તિઓ વિના પણ ક્રિકેટ રમી શકાય છે. આજના સમયમાં કોઈ પણ વીડિયો ફાસ્ટ વાયરલ થઈ જાય છે. આવી પ્રવૃત્તિઓ વગર પણ તમે મેચનો આનંદ માણી શકો છો. હા મને લાગે છે કે તમારે સામેની ટીમના ખેલાડીઓને હરાવીને ખુશ થવું જરૂરી છે પરંતુ એનો મતલબ એ નથી કે સામેની ટીમ સામે આવી વસ્તુઓ તમે કરો.IPLની ત્રીજી મેચમાં KKRએ સનરાઇઝર્સ હૈદરાબાદને 4 રનથી હરાવીને જીત પ્રાપ્ત કરી હતી.