December 20, 2024

કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં આન્દ્રે રસેલે મચાલી ધૂમ!

અમદાવાદ: IPL 2024ની ત્રીજી મેચ ગઈ કાલે રમાઈ હતી. જેમાં KKRને જીત પ્રાપ્ત થઈ હતી. પરંતુ આ મેચ દરમિયાન એક ખેલાડી દરેકની નજરમાં ચમક્યા છે. આ ખેલાડી કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં આન્દ્રે રસેલ છે. કારણ કે આ મેચ દરમિયાન તેણે ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કર્યો હોય તેવું જોવા મળ્યું હતું. તેણે 20 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. આવો જાણીએ મેચની તમામ માહિતી.

મોટો સ્કોર કરવામાં સફળ
સ્ટાર ઓલરાઉન્ડર આન્દ્રે રસેલની ખતરનાક બેટિંગના કારણે કોલકાતા નાઈટ રાઈડર્સે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે મોટો સ્કોર બનાવ્યો હતો. આન્દ્રે રસેલે પોતાની ખતરનાક બેટિંગના કારણે દરેક ક્રિકેટ ચાહકોને ચોંકાવી દીધા હતા. શાનદાર બેટિંગના કારણે KKRના સ્કોરને 200ને પાર પહોંચી ગયો હતો. આ સાથે ટીમએ એક નવો રેકોર્ડ તોડ્યો છે. જેમાં 200નો આંકડો સ્પર્શનારી પ્રથમ ટીમ બની ગઈ છે.

શાહરૂખ ખાન હાજર
આ મેચની મજા માણવા માટે કો-ઓનર શાહરૂખ ખાન પણ આવ્યા હતા. તેમણે તાલી પાડીને તેમની ટીમના ખેલાડી રસેલના વખાણ કર્યા હતા. આઈપીએલમાં સૌથી વધુ સિક્સર ક્રિસ ગેલે મારી છે. તેના નામે 141 ઇનિંગ્સમાં 357 સિક્સર છે. વિરાટ કોહલીની વાત કરવામાં આવે તો તેણે 230 ઇનિંગ્સમાં 235 સિક્સર ફટકારી છે. રોહિત શર્માએ 238 ઇનિંગમાં 257 સિક્સર ફટકારી છે. એબી ડી વિલિયર્સે 170 ઇનિંગ્સમાં 251 સિક્સર ફટકારી છે.

હર્ષિત રાણા થયો ટ્રોલ
હર્ષિત રાણાએ આ મેચની છેલ્લી ઓવરમાં KKRને જીત અપાવી હતી. જેના કારણે જીતનો શ્રેય હર્ષિત રાણાને જ જાય છે એમ છતાં તેને ઠપકો ખાવાનો વારો આવ્યો હતો. કારણ કે હર્ષિત રાણાએ મયંક અગ્રવાલની વિકેટ લીધા બાદ ફ્લાઈંગ કિસ આપી હતી. .IPLની ત્રીજી મેચમાં KKRએ સનરાઇઝર્સ હૈદરાબાદને 4 રનથી હરાવીને જીત પ્રાપ્ત કરી હતી.