IPL2024: ચેન્નાઈ-બેગ્લુરૂ ટીમ વચ્ચે પ્રથમ મેચ, રોકોર્ડ બનશે કે બ્રેક થશે?
IPL 2024, CSK vs RCB: ઈન્ડિયન પ્રીમિયર લીગનો તબક્કો ફરી એકવાર શરૂ થવા તૈયાર થઈ ગયો છે. આ વખતેની શરૂઆત એક સમયની ચેમ્પિયન ટીમથી થવાની છે. જેમાં ઘણા મોટા ધુરંધર ખેલાડીઓ છે. IPL 2024ની પ્રથમ મેચમાં ભારતીય ક્રિકેટના બે સ્ટાર્સ સામસામે ટકરાશે. એમએસ ધોની અને વિરાટ કોહલી વચ્ચેની ટક્કર જોવા ચાહકો આતુર છે.
આતુરતાથી રાહ
ચેન્નાઈ સુપર કિંગ્સ 2023માં 5મી વખત IPL ચેમ્પિયન બની હતી, જ્યારે RCB હજુ પણ તેની પ્રથમ ટ્રોફીની શોધમાં છે. જ્યારે વીમેન્સ ટીમમાં આરસીબીએ વિજય વાવટા લહેરાવ્યા. વિરાટ કોહલી અને એમએસ ધોની વચ્ચેની ટક્કર હંમેશા જોવા જેવી હોય છે. બંને દિગ્ગજ છેલ્લા કેટલાક સમયથી ક્રિકેટથી દૂર છે, તેથી ચાહકો તેમની વાપસીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. RCB vs CSK મેચ 22 માર્ચે ચેપોક સ્ટેડિયમ, ચેન્નાઈમાં રમાશે.
આ પણ વાંચો: IPL 2024: ઓપનિંગ સેરેમનીમાં ધૂમ મચાવશે બોલીવૂડ સ્ટાર્સ
બંને ટીમોનો હેડ ટુ હેડ રેકોર્ડ
વિશ્વની સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગની વિસ્ફોટક શરૂઆત થવા જઈ રહી છે. RCB અને CSK વચ્ચેની ટક્કર જોવા માટે ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. IPLના ઈતિહાસની વાત કરીએ તો બંને ટીમો વચ્ચે મેદાન પર જોરદાર સ્પર્ધા જોવા મળી છે, પરંતુ ધોનીની ટીમ હંમેશા ઉપર રહી છે. બંને ટીમો વચ્ચેના હેડ ટુ હેડ રેકોર્ડની વાત કરીએ તો RCB અને CSK વચ્ચે અત્યાર સુધીમાં કુલ 31 મેચ રમાઈ છે. તેમાંથી ધોનીની ટીમે 20 મેચ જીતી છે, જ્યારે RCBએ 10 મેચ જીતી છે. એક મેચ અનિર્ણિત રહી હતી.
છેલ્લા પાંચ વર્ષનો રેકોર્ડ
છેલ્લા 5 વર્ષની વાત કરીએ તો 2023માં બંને ટીમો એક વખત સામસામે આવી હતી અને ચેન્નાઈ સુપર કિંગ્સે 8 રનથી મેચ જીતી હતી. વર્ષ 2022માં CSKએ એક મેચ જીતી હતી અને RCBએ પણ એક મેચ જીતી હતી. ધોનીની ટીમે 2021માં રમાયેલી બંને મેચ જીતી હતી. IPL 2020માં બંનેએ એક-એક મેચ જીતી હતી. 2019માં પણ સમાન સ્પર્ધા જોવા મળી હતી.