January 3, 2025

CSK અને RCB વચ્ચે પહેલો મુકાબલો, જાણો કેવી રહેશે પિચ?

અમદાવાદ: IPL 2024 હવે આવી જ ગઈ છે. CSK અને RCBની આવતીકાલે એકબીજા સામે ટકરાતા જોવા મળશે. હવે માત્ર થોડા જ કલાકો બાકી રહ્યા છે. જોકે બંને ટીમ સ્થળ પર પહોંચી ગઈ છે અને પ્રેક્ટિસમાં વ્યસ્ત જોવા મળી રહી છે. ત્યારે મોટો અને મહત્વપુર્ણ સવાલ એ છે કે પ્રથમ મેચમાં ચેન્નાઈની પીચ કેવી રહેશે.

કાબુ મેળવવો ઘણો મુશ્કેલ
એમએસ ધોનીની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ આ વર્ષની IPLમાં ઘરઆંગણે પહેલી મેચ રમવા માટે તૈયાર છે. તમને જણાવી દઈએ ચેન્નાઈમાં આવેલું અહીંનું એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ CSKનું ગઢ કહેવામાં આવે છે. જોકે બંને ટીમ એટલી મજબૂત છે કે કોઈનો જીતનો અંદાજો લગાવવો મુશ્કેલ છે. CSKની ટીમ પણ મજબૂત છે તો તેની સામે તમે RCBને પણ હલકામાં ના લઈ શકો. કારણ કે RCB પણ ગયા વખતે ટોપ 4માં હતું.

સરળતાથી રમવાનું પડકારરૂપ
ચેન્નાઈની પિચની વાત કરીએ તો આ પહેલી મેચ હોવાથી પિચમાં નવું જોવા મળી શકે છે. જોકે બેટ્સમેન અને બોલર બંનેને પડકારોનો સામનો કરવાનો રહેશે. આ મેચમાં બેટ્સમેન અને બોલર બંનેને પડકારોનો સામનો કરવાનો રહેશે. આ મેદાન પર પ્રથમ મેચમાં બોલરો કે પછી બેટ્સમેન કરિશ્મા કરે તો નવાઈ નહીં હોય. તમને જણાવી દઈએ કે CSK તરફથી રવિન્દ્ર જાડેજા, રચિન રવિન્દ્ર અને મોઈન અલી પોતાની ટીમની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે.

શાનદાર ઓપનિંગ સેરેમની
ક્રિકેટ ચાહકોની આતૂરતાનો હવે અંત આવ્યો છે. IPL 2024ની શરૂઆત થવામાં માત્ર એક દિવસ આડે છે. ત્યારે આ મેચને વધુ અદભૂત બનાવવા માટે ઘણા મોટા સ્ટાર્સ તમને કાલે જોવા મળશે. પ્રખ્યાત ગાયકો પણ તમને ગાતા જોવા મળશે. એ.આર.રહેમાન અને સોનુ નિગમની સાથે અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફ પણ તમને જોવા મળશે. ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝનની શરૂઆત સાંજના 6.30 વાગ્યે શરૂ થશે. જોકે આ તમામ લાઇવ તમે Jio સિનેમા ઉપર મફતમાં જોઈ શકશો.