December 26, 2024

સરકારની Zomato પર કાર્યવાહી, કંપની ભયંકર સંકટમાં..?

નવી દિલ્હી : ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ Zomato કંપનીને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ઓથોરિટી દ્વારા કારણ બતાવો નોટિસ મોકલવામાં આવી છે. જીએસટી દ્વારા કંપનીને આ નોટિસ ડિવિલરી ચાર્જ પર ટેક્સ ન ભરવા બાબતે મોકલવામાં આવી છે. આ GST નોટિસની કિંમત લગભગ 400 કરોડ રૂપિયાથી વધુ છે. બીજી બાજુ ગુરુગ્રામ સ્થિત કંપની દ્વારા કહેવામાં આવ્યું કે અમે આ ટેક્સ નહીં ચૂકવીએ કારણે ડિલિવરી પાર્ટનર દ્વારા ટેક્સ ચૂકવવામાં આવે છે, તેથી તેઓ ડિલિવરી ચાર્જ પર સર્વિસ ટેક્સ ચૂકવવા માટે જવાબદાર નથી અને અમે આ નોટિસનો જવાબ દાખલ કરીશું.
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ઝોમેટો કંપનીને અગાઉ પ્રી-ડિમાન્ડ નોટિસ મોકલવમાં આવી હતી. બીજી બાજુ ઝોમેટો કંપનીના પ્રતિસ્પર્ધી સ્વિગી પાસેથી 750 કરોડ રૂપિયાની માંગણી કરતી નોટિસ પણ જારી કરવામાં આવી છે. નોંધનીય છે કે સરકાર ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ પરથી ડિલિવરી ફી પર પણ GSTની માંગ કરી રહી છે. તો બીજી બાજુ ફૂડ ડિલિવરી કંપનીઓનું કહેવું છે કે તે ડિલિવરી પાર્ટનર્સ દ્વારા લેવામાં આવે છે, તેથી કંપની પર કોઈ ટેક્સ નથી. કંપનીએ વધુમાં કહ્યું કે અમે ડિલિવરી પર કોઈ ટેક્સ ચૂકવવા માટે હકદાર નથી.

ફોટો પ્રતીકાત્મક

જાણો, શું છે સમગ્ર મામલો?
જીએસટીની ગાઇડલાઇ મુજબ, 1 જાન્યુઆરી 2022થી ફૂડ ડિલિવરી પ્લેટફોર્મએ પોતે જ રેસ્ટોરન્ટો અને હોટલો પાસેથી GST એકત્રિત કરીને સરકાર પાસે જમાં કરાવવો પડશે. જો કે આ અંગે સંપૂર્ણ સ્પષ્ટતા કરવામાં આવી નથી. Zomato અને Swiggy દ્વારા લેવાતી આ ફી લોયલ્ટી પ્રોગ્રામ હેઠળ લેવામાં આવે છે, પરંતુ જો તેઓ ઈચ્છે તો તેને માફ પણ કરી શકે તેવી જોગવાઇ છે. જો કે આ મામલે કંપની દ્વારા વધુ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.