December 20, 2024

નવજોત સિંહ સિદ્ધુનો ફરી ગૂંજશે સ્ટેડિયમમાં ‘સ્વર’

દિલ્હી: IPL 2024 હવે થોડા જ દિવસમાં આવી રહી છે. ત્યારે ક્રિકેટ ચાહકો મેચની આતૂરતાથી રાહ જોઈ રહ્યા છે. મેચ પણ ત્યારે જોવાની મજા આવે છે જ્યારે કોમેન્ટ્રી દમદાર હોય. ત્યારે આ IPL 2024 પહેલા એક સારા સમાચાર સામે આવ્યા છે. જેમાં ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુ IPL 2024 દ્વારા ફરી એકવાર કોમેન્ટ્રી બોક્સમાં વાપસી કરવા જઈ રહ્યા છે.

સ્વાગત કરાયું
IPL 2024 22 માર્ચથી શરૂ થવાની છે. આ પહેલા ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. જેમાં પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુ ફરી એકવાર કોમેન્ટ્રી બોક્સમાં તમને જોવા મળશે. તમને જણાવી દઈએ કે નવજોત સિંહ સિદ્ધુનું IPL પ્રસારણ ચેનલ દ્વારા સોશિયલ મીડિયા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. પહેલી મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાવાની છે.

આપી માહિતી
સ્ટાર સ્પોર્ટ્સે ટ્વિટ કરીને આ માહિતી આપી છે. IPL 2024માં નવજોત સિંહ સિદ્ધુના અવાજ તમને ફરી વાર સંભળાવાનો છે. બ્રોડકાસ્ટર સ્ટાર સ્પોર્ટ્સે સોશિયલ મીડિયા દ્વારા કોમેન્ટ્રી પેનલમાં નવજોત સિંહ સિદ્ધુના ઉમેરાની પુષ્ટિ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા સિદ્ધુ વિવાદોમાં ફસાયા હતા. જેના કારણે તેમને બહાર કરી દેવામાં આવ્યા હતા. જોકે એ વાત અહિંયા કહેવી જરૂરી છે કે તેમના અવાજનો ચાહક વર્ગ પણ ખુબ છે.

શાંત ક્રિકેટર
નવજોત સિંહ સિદ્ધુના કરિયરની વાત કરવામાં આવે તો તેમને ખુબ શાંત ક્રિકેટર ગણવામાં આવતા હતા. જોકે લોકોએ તેમનો અલગ અંદાજ પણ કોમેન્ટ્રીમાં આવ્યા પછી જોઈ લીધો હતો. લોકોને તેમની ક્રિકેટની સમજ, તેમનો અવાજ અને તેમની રજૂ કરવાની શૈલી અલગ લાગી છે. આજ કારણથી તેમને એક અલગ સ્થાન તેમને મળ્યું હતું. નવજોત સિંહ સિદ્ધુ ટોચના ભારતીય કોમેન્ટેટરોમાંના એક ગણવામાં આવે છે. આજના યુવાનો પણ તેમના અવાજના ચાહકો છે. તમને જણાવી દઈએ કે તેમનું આંતરરાષ્ટ્રીય કરિયર 15 વર્ષ સુધીનું હતું.