December 16, 2024

આ સ્ટાર ક્રિકેટરને પણ નથી મળી રહી IPLની ટિકિટ

અમદાવાદ: IPL 2024ની શરૂઆત થોડા જ દિવસમાં થવાની છે. એક બાજૂ લોકસભાની ચૂંટણી આવી રહી છે આ પહેલા IPL પણ આવી રહી છે. પહેલી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાવાની છે. આ વચ્ચે રવિચંદ્રન અશ્વિને આ મેચને લઈને એક ટ્વિટ કર્યું છે.

મદદ માંગવી પડશે
ટીમ ઈન્ડિયા માટે 500 ટેસ્ટ વિકેટ લેનાર સ્ટાર ક્રિકેટર રવિચંદ્રન અશ્વિનને પણ IPLની ટિકિટ મેળવવા માટે મદદ માંગવી પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે IPL 2024 17મી સીઝન 22 માર્ચથી આવી રહી છે. પહેલી મેચમાં એમએસ ધોની અને વિરાટ કોહલી આમને સામને ટકરાશે. ત્યારે રવિચંદ્રન અશ્વિન આ મેચ માટે ટિકિટ માંગી રહ્યા છે. આ અંગે અશ્વિને ટ્વિટ કર્યું છે. જેમાં તેમણે લખ્યું કે આર. અશ્વિને સોશિયલ મીડિયા X પર લખ્યું, ‘CSK vs RCB મેચ માટે ટિકિટની માંગ ઘણી વધારે છે. મારા બાળકો પણ IPLની ઓપનિંગ સેરેમની અને પ્રથમ મેચ જોવા માંગે છે, મદદ કરો. આ પોસ્ટને તેમના ચાહકોએ ખુબ લાઈક્સ આપી છે. તમને જાણીને નવાી લાગશે પરંતુ આ ટ્વીટને ત્રણ કલાકની અંદર 2 હજાર લોકોએ રીપોસ્ટ કરી છે. રવિચંદ્રન અશ્વિન IPLમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમે છે. રાજસ્થાન રોયલ્સની પ્રથમ મેચ 24 માર્ચે લખનૌ સુપરજાયન્ટ્સ સામે રમશે.

500 વિકેટ પૂરી કરી
રવિચંદ્રન અશ્વિને 98 ટેસ્ટ મેચ રમી છે. જેમાં તેમણે 184 ઈનિંગ્સમાં ટેસ્ટમાં 500 વિકેટ પૂરી કરી છે. જેના કારણે તે ક્રિકેટમાં સૌથી ઝડપી 500 વિકેટ લેનારો બીજો બોલર બની ગયો છે. ટેસ્ટમાં 500 વિકેટ લેનાર બોલરોની વાત કરવામાં આવે તો મુથૈયા મુરલીધરન 800 વિકેટ, શેન વોર્ન 708 વિકેટ, જેમ્સ એન્ડરસન 695 વિકેટ, અનિલ કુંબલે 619 વિકેટ, સ્ટુઅર્ટ બ્રોડે 604 વિકેટ, ગ્લેન મેકગ્રા 563 વિકેટ, કર્ટની વોલ્શે 519 વિકેટ, નાથન લિયોને 517 વિકેટ, આર અશ્વિને 500 વિકેટ લીધી છે.