December 19, 2024

સિંગર સિદ્ધૂ મૂસેવાલાની માતાએ આપ્યો બાળકને જન્મ

Sidhu Moosewala Parents: દિવંગત પંજાબી સિંગર સિદ્ઘુ મુસેવાલાના ઘરે ફરી ખુશીઓ ગુંજી છે. સિંગરના નિધનના બે વર્ષ થઈ ગયા છે. આ બે વર્ષ બાદ સિદ્ધૂ મુસેવાલાના ઘરે નાના બાળકની કિલકારીઓ સંભળાઈ છે. દિવંગત સિંગરની માતા ચરણ કૌરે 58 વર્ષની ઉંમરે બાળકને જન્મ આપ્યો છે. સિંગરના પિતા બલકૌર સિદ્ધૂએ આ અંગે સોશિયલ મીડિયા પર ફોટો શેર કરીને જાણકારી આપી છે. બલકૌરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર ન્યૂ બોર્ન બેબીની સાથે એક ફોટો શેર કર્યો છે.

સિદ્ધુ મૂસેવાલેના પિતાએ પુત્રની તસવીર શેર કરી
બલકૌર સિદ્ધૂએ તેના ઇન્સ્ટાગ્રામ પર તેના નવા જન્મેલા બાળક સાથેની પ્રથમ તસવીર પોસ્ટ કરી છે. આ તસવીરમાં તે પોતાના પુત્રને ખોળામાં રાખીને બેઠા છે. આ સાથે જ તેમની બાજુમાં દિવંગત ગાયક સિદ્ધુ મૂસેવાલાની તસવીર રાખવામાં આવી છે, જેના પર લખ્યું છે – ‘લેજેન્ડ્સ નેવર ડાઈ નથી’.

 

View this post on Instagram

 

A post shared by Balkaur Singh (@sardarbalkaursidhu)

આ તસવીરની સાથે ગાયકના પિતાએ પંજાબીમાં કેપ્શન લખ્યું છે કે – શુભદીપના લાખો ચાહકોના આશીર્વાદથી ભગવાને અમને શુભનો નાનો ભાઈ આપ્યો છે. વાહેગુરુની કૃપાથી અમારું કુટુંબ સ્વસ્થ છે અને તે બધા લોકોને આભારી છે. જેઓ અમને ખૂબ પ્રેમ કરે છે.

માતા વિશે ચાલી રહી છે અફવાઓ
તેના પુત્રના જન્મ પહેલા જ સિદ્ધુ મૂસેવાલાની માતા વિશે એવા અહેવાલો આવ્યા હતા કે તેણે જોડિયા બાળકોને જન્મ આપ્યો છે, પરંતુ તેના પિતા બલકૌર સિંહે એક પોસ્ટ શેર કરીને આ અફવાઓનો અંત લાવી દીધો હતો

બલકૌર સિદ્ધુએ ફેસબુક પર લખ્યું હતું કે- અમે સિદ્ધુના ફેન્સના આભારી છીએ. જેઓ અમારા પરિવારની ચિંતા કરે છે. મારા પરિવાર વિશે ઘણી અટકળો ચાલી રહી છે. મારી તમને વિનંતી છે કે આ બધી અફવાઓ પર વિશ્વાસ ન કરો. જે પણ સમાચાર હશે તેને અમે તમારી સાથે શેર કરીશું. મહત્વનું છેકે, ચરણ કૌરે બાળકને IVFની મદદથી જન્મ આપ્યો છે.