January 19, 2025

YouTubeમાં આવ્યું નવું નક્કોર અપડેટ, જાણી લો શું છે

અમદાવાદ: ટેકનોલોજીમાં સતત અપડેટ આવતા રહે છે. હવે YouTubeમાં બદલાવ આવ્યો છે. YouTube હવે ટીવી હોય તેવું દેખાય છે. આ સાથે બીજા ઘણા બદલાવ કરવામાં આવ્યા છે. જાણો તમામ વિગતો અમારા આ અહેવાલમાં.

ડિઝાઇન કરવામાં આવ્યું
YouTube તેના ગ્રાહકો માટે એક નવું અપડેટ લઈને આવ્યું છે. જેમાં તમને ટીવી જેવો અનુભવ થશે અને અપગ્રેડ અનુભૂતિ થશે. જોકે YouTubeનો ઉદ્દેશ્ય માત્ર એટલો જ છે કે તે પોતાના વપરાશકર્તા માટે તેને મનગમતા ફીચર આપે. શોર્ટમાં કહીએ તો YouTubeને ફરીથી ડિઝાઇન કરવામાં આવી રહ્યું છે. જેમાં તમને ટીવીની અનુભૂતિ સાથે જમણી બાજુએ એક નાનું વિડિયો પ્લેયર અને અન્ય ચિહ્નો દેખાશે. જે તમને કોમેન્ટ, વિડિયોની સાથે શોપિંગની સુવિધાઓ આપશે.

સરળતાથી સ્વિચ
કંપનીએ તેના બ્લોગ પોસ્ટમાં આ નવા અપડેટની માહિતી આપી છે. કે ફરીથી ડિઝાઇન કરાયેલા પ્લેટફોર્મમાં થોડો નાનો વીડિયો પ્લેયર તમને મળશે. કંપનીએ તમામ ફીચરને સરળ બનાવવાનું કાર્ય શરૂ કરી દીધું છે. તમને જણાવી દઈએ કે આ ફીચર આવ્યા બાદ તમારી જરૂરિયાતને આધારે બે મોડ એટલે કે પૂર્ણ સ્ક્રીન વ્યૂ અને નવા લેઆઉટ વચ્ચે સરળતાથી સ્વિચ કરવાની મંજૂરી આપશે.

રિલીઝ કરવામાં આવશે.
YouTubeના નવા ફીચરમાં તમને QR કોડની સિસ્ટમ પણ આપવામાં આવી છે. જેના થકી તમે સ્માર્ટફોનનો ઉપયોગ કરીને વસ્તુઓ સ્કેન કરવા અને ખરીદી કરી શકો છો. તમને જણાવી દઈએ કે આ નવું ઈન્ટરફેસ ગેમ લવર્સને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. દર્શકોને લાઈવ ગેમમાં ખલેલ પહોંચાડ્યા વિના સ્ક્રીનની જમણી બાજુએ સ્કોર્સને ટ્રેક કરવાની મંજૂરી આપશે. આ અપડેટને તમામ યુઝર્સને થોડા દિવસમાં રિલીઝ કરવામાં આવશે.