હોર્મોનલ લેવલને બગાડી શકે છે તમારી આ ખરાબ આદત
Hormones Imbalance: હોર્મોન્સનું લેવલ જ્યારે બગડી જાય છે. તો શરીરમાં અનેક પ્રકારની સમસ્યાઓ થઈ જાય છે. વાસ્તવમાં હોર્મોન્સ આપણા શરીરના કેમિકલ મેનેજર હોય છે. જે આપણી બોડીમાં દરેક મેસેજને પહોંચાડવાનું કામ કરે છે. હોર્મોન્સના કારણે શરીરના ક્યાં અંગને ક્યારે અને ક્યાં કામ કરવાનું તેનું મેસેજ પહોંચાડે છે. આથી જ તેનું સંતુલન બની રહે તે ખુબ જ જરૂરી છે. જો હોર્મોન્સના સ્તરમાં ખલેલ પહોંચે તો તેનાથી ઘણી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. માત્ર આપણી ખરાબ જીવનશૈલી જ નહીં, પરંતુ કેટલીક આદતો પણ હોર્મોન્સનું સંતુલન બગાડે છે.
ખરાબ આદતો
હોર્મોનલ અસંતુલનનાં ઘણાં કારણો હોઈ શકે છે. જેમાં વ્યક્તિની આદતો પણ સામેલ હોય છે. અનિયમિત અને અપૂરતી ઊંઘ, વધુ પડતો તણાવ અને અન્ય માનસિક દબાણ તમારા હોર્મોન્સને અસર કરી શકે છે. સમયસર આદતોમાં સુધારો કરીને ઊંઘની સમસ્યા અને તણાવ ઘટાડી શકાય છે. જેથી હોર્મોન્સનું સંતુલન જળવાઈ રહે છે.
આહારનું ધ્યાન રાખો
આપણી ખાવાની ટેવ પણ હોર્મોનલ અસંતુલનનું કારણ છે. બિનઆરોગ્યપ્રદ આહાર અને વધુ પડતા તળેલા ખોરાકનો વપરાશ હોર્મોનના સ્તરને અસર કરી શકે છે. જે સ્વાસ્થ્યને બગાડે છે. યોગ્ય આહાર અને પોષણમાં ફેરફાર કરવાથી હોર્મોનનું સ્તર સંતુલિત રાખવામાં મદદ મળે છે.
કસરત કરવી
કસરતનો અભાવ અને બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી પણ હોર્મોન્સને અસર કરી શકે છે. નિયમિત કસરત અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાથી હોર્મોનલ સંતુલન જાળવવામાં મદદ મળી શકે છે.