December 22, 2024

હેરી બ્રુકનો ખુલાસો, કેમ નહીં રમે IPL 2024ની સીઝન

અમદાવાદ: IPL 2024 હવે થોડા દિવસોમાં આવી રહી છે. આ પહેલા દિલ્હી કેપિટલ્સને મોટો ફટકો પડ્યો છે. તમને જણાવી દઈએ કે હેરી બ્રુકે IPL 2024ની આખી સિઝન નહીં રમે. ત્યારે આજના દિવસે હેરી બ્રુકે એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેમણે જણાવ્યું કે કેમ તેઓ IPL 2024ની સીઝન નહીં રમે.

બધાને ચોંકાવી દીધા
તમને જણાવી દઈએ કે IPL 2024ને લઈને દિલ્હી કેપિટલ્સ ટીમે ડિસેમ્બર 2023માં આયોજિત આગામી સિઝન માટે ખેલાડીઓની હરાજી પ્રક્રિયામાં 4 કરોડ રૂપિયામાં બ્રુકને તેની ટીમમાં લેવામાં આવ્યો હતો. ત્યારે આજના દિવસે તેમણે પોસ્ટ કરીને કેમ તેઓ IPL 2024 સીઝનમાં નહીં રમે તેવું જણાવ્યું હતું. તેમણે એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી હતી. જે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટમાં હેરી બ્રુકે લખ્યું કે હું મારા તમામ ચાહકોને જણાવવા માંગુ છું કે મેં આઈપીએલની આગામી સિઝનમાં નહીં રમવાનો નિર્ણય કર્યો છે, જે મારા માટે ખૂબ જ મુશ્કેલ હતો. તેમણે કહ્યું કે તેઓ આ વખતે દિલ્હી કેપિટલ્સ ટીમ તરફથી રમવા માટે ખૂબ જ ઉત્સાહિત હતા. જોકે મારા આ નિર્ણયને લઈને મારે અંગત રીતે કોઈને કહેવાની જરૂર નથી. પરંતુ લોકો સતત જાણવા માટે પ્રયત્ન કરી રહ્યા છે જેના કારણે હું આજે જણાવી રહ્યો છું. છેલ્લે મારી દાદી ગુમાવી. તે મારા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ હતો અને મેં મારા બાળપણનો મોટાભાગનો સમય તેમની સાથે વિતાવ્યો છે. પરંતુ એક બાજૂ ખુશ છું કે તેમણે મને ઈંગ્લેન્ડની ટીમ માટે રમતા જોયો છે.

 

View this post on Instagram

 

A post shared by Harry Brook (@harry_brook88)

સિરીઝ રમવા આવ્યો ન હતો
હેરી બ્રુક આ પ્રવાસની શરૂઆત પહેલા UAEમાં ઈંગ્લેન્ડ ટીમના કેમ્પમાં સામેલ હતો. પરંતુ તેના અંગત કારણોથી તે ફરી સ્વદેશ પરત ફર્યો હતો. જોકે આ અંગે ECB દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી. તમને જણાવી દઈએ કે બ્રુક આઈપીએલની છેલ્લી સિઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમનો ભાગ રહ્યો હતો. પરંતુ તે સમયે તે પ્રદર્શન કરવામાં અસમર્થ રહ્યો હતો જેના કારણે ટીમમાંથી તેને બહાર કરવામાં આવ્યો હતો.