January 7, 2025

શેરમાર્કેટમાં સુનામી, સ્મોલકેપના 100માંથી 99 શેરના ભાવ ગગડ્યા

Stock Market Closing: આજે શેરમાર્કેટમાં હાહાકાર મચી ગયો છે. બજારમાં ભારી વેચવાલીના કારણે રોકાણકારોના 14 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. બજારમાં ઘટાડાની શરૂઆત મિડકેપ અને સ્મોલ કેપ સ્ટોક્સમાં વેચવાલી આજે શરૂ થઈ છે. બપોર બાદ લાર્જ કેપ સ્ટોક્સમાં નફાવસુલી જોવા મળી હતી. આજનું બજાર બંધ થયું એ સમયે બીએસઈ સેન્સેક્સ 906 અંકના ઘટાડા સાથે 73,000ના આંકડા નીચે પહોંચી 72,762 પર પહોંચ્યો છે. તો નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીમાં 338 અંકના ઘટાડા સાથે 22,000ની નીચે 21,997 અંક પર બંધ થયું છે. એક સમયે સેન્સેક્સ 1150 અને નિફ્ટી 430 અંક સુધી નીચે ગગડ્યું હતું.

મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં તેજી
શેરબજારમાં ઘટાડાની મોટી અસર મિડકેપ અને સ્મોલકેપ શેરો પર પડી છે. નિફ્ટી મિડકેપ શેરો 2115 પોઈન્ટ અથવા 4.40 ટકા ઘટીને બંધ થયા છે, જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સ 800 પોઈન્ટ અથવા 5.28 ટકા ઘટીને બંધ થયો હતો. નિફ્ટીનો નેક્સ્ટ ફિફ્ટી 2227 પોઈન્ટ ઘટીને બંધ થયો છે. આજના કારોબારમાં બેન્કિંગ, ઓટો, આઈટી, ફાર્મા, મેટલ્સ, મીડિયા, એનર્જી, ઈન્ફ્રા, હેલ્થકેર, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે.

રોકાણકારોને રૂ. 13.50 લાખ કરોડનું નુકસાન થયું છે
ભારતીય શેરબજારમાં ઘટાડાની આ સુનામીના કારણે બજારની મૂડીમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ ઘટીને રૂ. 372.11 લાખ કરોડ થયું છે. જે ગયા સત્રમાં રૂ. 385.57 લાખ કરોડ હતું. એટલે કે આજના વેપારમાં રોકાણકારોને રૂ. 13.46 લાખ કરોડનું નુકસાન થયું છે.

વધતા અને ઘટતા શેર
આજના વેપારમાં નાલ્કો 10.22 ટકા, SAIL 8.52 ટકા, NMDC 8.08 ટકા, હિન્દુસ્તાન કોપર 8.22 ટકા, ભેલ 7.70 ટકા, ઇન્ડિયા સિમેન્ટ 7.88 ટકા, REC 7.24 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા. જ્યારે આઇટીસી, સિપ્લા, બજાજ ફાઇનાન્સ, એચડીએફસી બેન્કના શેર ઉછાળા સાથે બંધ થયા હતા.