December 26, 2024

હોળી પહેલા PM મોદીની મોટી ભેટ, 10 વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી

PM Modi to flag off 10 New Vande Bharat trains: પીએમ નરેન્દ્ર મોદીએ મંગળવારે અમદાવાદ ખાતે ગુજરાતથી દેશભરની 10 હાઇ-સ્પીડ વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવી હતી. આ સાથે આ ટ્રેનોની કુલ સંખ્યા 50 પુરી થઇ હતી. પીએમ મોદીએ રેલ્વે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કનેક્ટિવિટી અને પેટ્રોકેમિકલ્સ સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે અમદાવાદના DFCના ઓપરેશન કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી હતી અને રૂપિયા 1,06,000 કરોડથી વઝુના રેલ્વે પેટ્રોકેમિકલ્સ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. હોળીના તહેવાર પહેલા પીએમ નરેન્દ્ર મોદી આજે દેશવાસીઓને મોટી ભેટ આપી હતી.

પીએમ મોદી જે ટ્રેનોને લીલી ઝંડી બતાવી તેમાં ન્યૂ જલપાઈગુડી-પટના, પુરી-વિશાખાપટ્ટનમ, કલાબુર્ગી-બેંગ્લોર, રાંચી-વારાણસી, લખનૌ-દેહરાદૂન, પટના-લખનૌ અને ખજુરાહો-દિલ્હીનો સમાવેશ થાય છે.

ચાર ટ્રેનોના રૂટ વધારવામાં આવશે
આ સિવાય પહેલાથી ચાલી રહેલી ચાર વંદે ભારત ટ્રેનોના રૂટ પણ વધારવામાં આવ્યાં છે. જેમાં અમદાવાદ-જામનગર-દ્વારકા સુધીની વંદે ભારત ટ્રેન, અજમેર-દિલ્હી-ચંદીગઢ વંદે ભારત ટ્રેન, ગોરખપુર-લખનૌ-પ્રયાગરાજ અને તિરુવનંતપુરમ – કાસરગોડ – મેંગલુરુ વંદે ભારત ટ્રેનનો સમાવેશ થાય છે.

પીએમ મોદીએ ડિસેમ્બરમાં 6 ટ્રેનોને લીલી ઝંડી બતાવી હતી
નોંધનીય છે કે ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં પીએમ મોદીએ એક સાથે છ નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોનું ઉદ્ઘાટન કર્યું હતું.જેમાં કટરાથી નવી દિલ્હી જતી બીજી ટ્રેનનો સમાવેશ થાય છે. અમૃતસર-દિલ્હી, કોઈમ્બતુર-બેંગ્લોર, મેંગ્લોર-મડગાંવ, જાલના-મુંબઈ અને અયોધ્યા-દિલ્હી અન્ય ટ્રેનો હતી. દિલ્હી અને વારાણસી વચ્ચે દોડતી બીજી ટ્રેન પણ ડિસેમ્બર 2023માં શરૂ કરવામાં આવી હતી.

આ સિવાય પીએમ મોદી લગભગ 85,000 કરોડ રૂપિયાથી વધારે વિકાસ પ્રોજેક્ટ દેશને સમર્પિત કરશે. પીએમ મોદી આજે સવારે 10 વાગ્યે સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી અને કોચરબ આશ્રમનું ઉદ્ધાટન કર્યું હતું, પીએમ મોદીએ સાથે સાથે ગાંધી આશ્રમ મેમોરિયલના માસ્ટર પ્લાનનું પણ લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ પીએમ મોદી બપોરે 1.45 કલાકે રાજસ્થાનના પોખરણ પહોંચશે. જ્યાં તેઓ ‘ભારત શક્તિ’ને નિહાળશે.