January 6, 2025

તમારી આ આદતો તમને કરી શકે છે ખુબ જ બીમાર

Eating Mistakes: હેલ્દી રહેવા માટે ટાઈમસર ભોજન લેવું ખુબ જ જરૂરી છે. જો તમે યોગ્ય રીતે ખાવાનું નથી ખાતા તો શરીરમાં પોષક તત્વો નથી મળતા. જેના કારણે આપણને બીમારોઓના શિકાર થઈએ છીએ. આથી જ હેલ્થ એક્સપર્ટ લાઈફસ્ટાઈલના રૂટીનને લઈને ડાઈટ હેબિટ્સ જેવી વસ્તુને સરખી રીતે ફોલો કરવાની સલાહ આપે છે. આજની આ બિઝી લાઈફના કારણે ડાઈટ ફોલો નથી થઈ રહી. એક્સપર્ટની માને તે આપણે હેલ્ધી ફૂટ હેબિટ્સને ફોલો નથી કરતા તો તમામ પ્રકારની હેલ્થ સમસ્યાઓ થઈ શકે છે. પાચનતંત્રને અસર અને ફૂડ પોઈઝનિંગ જેવી સમસ્યાઓ શરીર પર દેખાઈ શકે છે.

ખોરાકનું તાપમાન
તંદુરસ્ત ખોરાક માટે યોગ્ય તાપમાન હોવું જરૂરી છે. માત્ર હેલ્ધી ફૂડ હોવું જરૂરી નથી, પરંતુ તેના તાપમાન વિશે જાણવું પણ જરૂરી છે. વધુ પડતું ઠંડુ કે ગરમ ખોરાક ખાવું સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવતું નથી. નિષ્ણાતો કહે છે કે જો તમે યોગ્ય તાપમાને રાખેલો ખોરાક ન ખાતા હોવ તો તમે બીમાર પડી શકો છો. તેનાથી પાચનક્રિયા પર પણ અસર થશે. તેથી ધ્યાનમાં રાખો કે વધુ પડતું ગરમ ​​અને ઠંડુ ખોરાક ખાવું સ્વાસ્થ્ય માટે સારું નથી.

ખોરાક ચાવશો નહીં
કેટલાક લોકોને ખોરાક ઝડપથી પૂરો કરવાની આદત હોય છે, પરંતુ જો તમે તમારો ખોરાક યોગ્ય રીતે ચાવતા નથી તો તમે બીમાર પડી શકો છો. તેથી ખોરાક લેતી વખતે ધ્યાનમાં રાખો કે તમારે ખોરાકને સારી રીતે ચાવવો જોઈએ. ખોરાક યોગ્ય રીતે ન પચવાને કારણે પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. આવી સ્થિતિમાં જો તમે હેલ્ધી ફૂડ ખાતા હોવ તો તે પણ તમને નુકસાન પહોંચાડી શકે છે.

સ્વચ્છતા ન રાખવી
જો આપણે યોગ્ય સ્વચ્છતા ન રાખીએ તો તંદુરસ્ત ખોરાક પણ નુકસાન પહોંચાડી શકે છે. તેનાથી બીમાર થવાનું જોખમ વધી જાય છે. ખોરાક ખાતા પહેલા હાથ ધોવા અને વાસણો સાફ રાખવા જરૂરી છે. આ સાથે, તમારે સમયાંતરે ડીશ વોશર પણ બદલવું જોઈએ.