January 2, 2025

મમતા સરકારને SCનો ઝટકો, સંદેશખાલી મામલાની તપાસ CBI જ કરશે

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે સોમવારે પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારને ઝટકો આપ્યો છે. કોર્ટે બંગાળ સરકારે કરેલી અરજી પર સુનાવણી કરવાનો ઈનકાર કર્યો છે. જેમાં સંદેશખાલી મામલાની સીબીઆઈ તપાસ પર રોક લગાવવાની માંગ કરી હતી. થોડા દિવસ પહેલા કોલકતા હાઈકોર્ટે સંદેશખાલી મામલાની તપાસનો આદેશ CBIને આપ્યો હતો. જે બાદ મમતા સરકારે સુપ્રીમ કોર્ટમાં હાઈકોર્ટના આદેશને પડકારવામાં આવ્યું હતું.

સુપ્રીમ કોર્ટે બંગાળ સરકારની યાચિકા પર ટિપ્પણી કરતા કહ્યું કે, સંદેશખાલી મામલાના મુખ્ય આરોપી શાહજંહા શેખને પોલીસ આટલા દિવસોમાં કેમ પકડી ના શકી? તેના જવાબમાં બંગાળ સરકારના વકીલે કહ્યું કે, આ મામલામાં રાજ્યની પોલીસે 7 લોકોની પહેલા જ ધરપકડ કરી લીધી છે. માત્ર એક જ વ્યક્તિની ધરપકડ નથી થઈ શકી. બંગાળ સરકારની આ દલીલ પર જસ્ટિસ મહેતાએ કહ્યું કે, રાજ્ય પોલીસને આરોપપત્ર દાખલ કરવામાં કેટલો સમય લાગે?

બીજી તરફ EDના વકીલે એસ.વી. રાજૂએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, આ મામલાના મુખ્ય આરોપી શાહજંહા શેખે તેમના અધિકારીઓની વિરૂદ્ધ એક FIR નોંધાવી હતી. ઈડીએ આ મામલે બંગાળ પોલીસ પર સવાલ કરતા કહ્યું કે, આ સમગ્ર ઘટનામાં પોલીસની ભૂમિકા ખુબ જ ખરાબ રહી છે. આ ઉપરાંત મુખ્ય આરોપીને સીબીઆઈને સૌંપવામાં પણ ખુબ જ ડ્રામાં થયા હતા.