December 19, 2024

Lok Sabha 2024: છૂટાછેડા પછી પતિ-પત્ની એકબીજા સામે લડશે ચૂંટણી!

બંગાળ: લોકસભા ચૂંટણી 2024 હવે થોડા જ મહિનાઓમાં આવી રહી છે. આ પહેલા દરેક પાર્ટી પોતાના ઉમેદવારોની જાહેરાત કરી રહી છે. પરંતુ આ વચ્ચે એક સીટ ખુબ ચર્ચામાં આવી છે. આ પશ્ચિમ બંગાળની બિષ્ણુપુરની બેઠકની ચર્ચા થઈ રહી છે. જાણો કેમ થઈ રહી છે ચર્ચા?

આ સીટની કેમ થઈ રહી છે ચર્ચા?
2024ની લોકસભા ચૂંટણી માટે તમામ પક્ષો એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે પશ્ચિમ બંગાળની બિષ્ણુપુર લોકસભા બેઠક ચર્ચાનો વિષય બન્યો છે. પરંતુ તમને તે પણ સવાલ થતો હશે કે કેવી રીતે આ જ બેઠકની ચર્ચા થઈ રહી છે. આ સીટ ઉપરથી બંને પતિ-પત્ની એકબીજા સામે ચૂંટણી લડી રહ્યા છે.ભારતીય જનતા પાર્ટીએ બિષ્ણુપુર સીટથી સૌમિત્ર ખાનને ટિકિટ આપવામાં આવી છે. તો બીજી બાજૂ જાતા મંડલને ટીએમસી તરફથી ટિકિટ આપવામાં આવી છે. જેના કારણે આ બેઠકની ભારે ચર્ચા થઈ રહી છે. તમને જણાવી દઈએ કે એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે વર્ષ 2021માં તેમણે વિધાનસભાની ચૂંટણી સમયે બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો હતો.

પતિ-પત્ની સામસામે ચૂંટણી લડશે
મહત્વની વાત એ છે કે સૌમિત્ર ખાન 2019ની લોકસભા ચૂંટણી પહેલા ટીએમસી છોડીને ભાજપમાં જોડાયા હતા. તે સમયે તેમણે તેમની પત્ની વિશે પ્રચાર કર્યો હતો. ગઈ કાલે જાહેરાત કરવામાં આવી હતી કે રાજ્યની તમામ સીટો પર સ્વતંત્ર રીતે ચૂંટણી લડવામાં આવશે. જોકે મહત્વની વાત એ છે કે લોકસભાની ચૂંટણી પહેલા તમામ નેતાઓ રાજનીતિના મેદાનમાં જોવા મળી રહ્યા છે. કદાવર નેતાઓ ચૂંટણી માટે બિગ પ્લાન બનાવી રહ્યા છે.