અલ્પેશ ઠાકોરનું કેવું છે સમાજ પર પ્રભુત્વ?
અમદાવાદ: ઠાકોર એટલે માન, માભો અને મક્કમતા… આ સમાજનો એક ચહેરો એટલે અલ્પેશ ઠાકોર. આજે અમે અલ્પેશ ઠાકોરના સમાજ પ્રેમ વિશ વાત કરવાના છીએ કે તેઓ કેટલો પ્રેમ સમાજને કરે છે અને સમાજ પણ તેને કેટલો પ્રેમ સામે આપે છે. આવો જાણીએ આ અહેવાલમાં.
રાજકારણમાં ઠાકોરનો સિક્કો
ઠાકોરોની ઉત્પતિનો ઇતિહાસ અનોખો છે પણ ઠાકોરો મૂળ ઉત્તર ગુજરાતના હોવાનું કહેવામાં આવે છે. મોટા ભાગની વસ્તી ઉત્તર ગુજરાતમાં જોવા મળે છે. મહત્વની વાત એ છે કે પાટિદાર સમાજની સાથે ઠાકોર સમાજનનું પણ પ્રભુત્વ જોવા મળે છે.વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે મૂળ વીરમગામના અલ્પેશ ઠાકોરને રાધનપુરની બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. આ સમયે તેમણે ભાજપના ઉમેદવાર લવિંગજી ઠાકોરને હરાવીને ધારાસભ્ય બન્યા હતા. ત્યાર બાદ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસનો સાથ છોડીને ભાજમાં જોડાયા હતા. 2019માં રાધનપુર બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપે અલ્પેશ ઠાકોરને ઉમેદવારી આપી હતી. પરંતુ આ સમયે જીત કોંગ્રેસના હાથમાં ગઈ હતી અને કોંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઈ જીત પ્રાપ્ત કરી હતી. છેલ્લે ગાંધીનગર દક્ષિણની સીટ પર સત્તાવાર રીતે ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરના નામની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે સમાજના લોકોએ તેમને મત આપીને જીત અપાવી હતી.
બનાસકાંઠા જિલ્લાના દાંતા મુકામે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા વર્ષ ૨૦૨૨-૨૦૨૩ માટેના વિદ્યાર્થી અને કર્મચારી સન્માન સમારોહમાં ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો.
આ તબક્કે શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ પ્રદર્શન કરી અવ્વલ નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનું અને પોતાના કાર્યક્ષેત્રમાં ઉમદા… pic.twitter.com/BuJC7mtr6B
— Alpesh Thakor (@AlpeshThakor_) March 3, 2024
ઠાકોરની રાજકીય સફર
પાટીદાર આંદોલન સમયથી તેઓ ચર્ચામાં આવ્યા હતા. આ સમયે તેઓ યુવા ચહેરા તરીકે સામે આવ્યા હતા. કોંગ્રેસ પક્ષથી તેમણે પોતાનું રાજકીય જીવન શરૂઆત કરી હતી. 2013 માં ઠાકોરસેનાની સ્થાપના કરી હતી. ત્યાર બાદ તેઓ ભાજપની સાથે જોડાઈ ગયા હતા. એવું કહેવામાં આવે છે કે તેમનો બનાસકાંઠા પંથકમાં હોલ્ટ જોવા મળે છે. આ વિસ્તારમાં રહેલા તમામ ઠાકોર સમાજના લોકો તેમના સમર્થનમાં જોવા મળે છે. તેમના અભ્યાસની વાત કરવામાં આવે તો તેમણે બી. એ. સુધી અભ્યાસ કર્યો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ દંડક અને ચાંદખેડા વૉર્ડના કાઉન્સિલર શ્રી અરૂણસિંહ રાજપૂતના બજેટમાંથી તૈયાર કરવામાં આવેલમાં ચામુંડા સર્કલના લોકાર્પણ અને માં ચામુંડાની મહાઆરતીમાં સાથી ધારાસભ્ય ડૉ. @harshadpatelmla સાથે હાજરી આપી.
આ ભવ્ય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં… pic.twitter.com/XmebkxckrF
— Alpesh Thakor (@AlpeshThakor_) March 4, 2024
અલ્પેશ ઠાકોર સમાજ માટે હાજર
અલ્પેશ ઠાકોર હમેંશા સમાજના દરેક કાર્યક્રમમાં હાજરી આપે છે. સમાજના દરેક લોકોના સુખ અને દુઃખના ભાગીદાર અલ્પેશ બનતા હમેંશા નજરે ચડે છે. તેમણે પાટીદાર આંદોલન સમયે પણ તેમનો મુદ્દો માત્ર સમાજ માટે હતો. સમાજ માટે બદલાતા કોઈ નિયમો હોય કે દરેક સામાજીક કાર્યમાં તેઓ હમેંશા હાજર રહે છે અને પોતાની હાજરી પુરી પાડે છે. દિકરીઓના લગ્ન પ્રસંગની વાત હોય કે પછી ઠાકોર સમાજના નવા કોઈ નિર્ણય હોય તમામ જગ્યાએ હાજરી આપે છે અલ્પેશ.એટલે જ ઠાકોર સમાજની પહેલી પંસદ એટલે અલ્પેશ ઠાકોર.