December 22, 2024

વિરમગામમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે 51 હજાર હનુમાન ચાલીસાના પાઠ

viram gam ram mandir pran pratishtha 51 thousand hanuman chalisa path

હાર્દિક પટેલ હાજર રહ્યા હતા.

વિરમગામઃ અયોધ્યામાં પ્રભુ શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત આજે વિરમગામના આંગણે 51000 હનુમાન ચાલીસા પાઠ અને અયોધ્યાથી લાવેલ સાક્ષાત પવિત્ર જ્યોતના દર્શનના કાર્યક્રમમાં માનવ મહેરામણ ઉમટ્યું હતું.

ત્યારે આ પ્રસંગે ધારાસભ્ય હાર્દિક પટેલ પણ હાજર રહ્યા હતા. સમગ્ર વિરમગામ, માંડલ અને દેત્રોજ રામભક્તિમાં ડૂબ્યું છે. વિરમગામ વિધાનસભાના અનેક ગામ અને પોળોમાં રામધૂન, સુંદરકાડ, હનુમાન ચાલીસા અને રામ પ્રસાદીના મોટા પાયે સ્વયંભૂ આયોજન થયા છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર ભારત આજે ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બન્યું છે. આજના કાર્યક્રમને સફળ બનવા અર્થાત મહેનત કરનાર અમારી યુવા અને મહિલા ટીમનો હૃદયથી આભાર વ્યકત કરું છું.