December 19, 2024

ભાજપે લોકસભાની ટિકિટ આપી, ઉમેદવારે ચૂંટણી લડવાની ના પાડી

આરા: ભોજપુરી સ્ટાર પવન સિંહ આસનસોલ લોકસભા સીટથી ચૂંટણી લડવાથી ઇન્કાર કરી દીધો છે. શવિવારે બીજેપીએ પવનસિંહને પશ્ચિમ બંગાળના આસનસોલ સીટ પરથી ઉમેદવાર બનાવ્યા હતા. પવન સિંહે એક્સ પર પોસ્ટ કરતા કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વનો દિલથી આભાર માનું છું. પાર્ટીએ મારા પર વિશ્વાસ રાખીને મને આસનસોલનો ઉમેદવાર જાહેર કર્યો પરંતુ કોઇ કારણવશ હું આસનસોલથી ચૂંટણી લડી શકીશ નહીં…

બીજી તરફ પશ્ચિમ બંગાળની તૃણમુલ કોંગ્રેસ પાર્ટી (TMC)ના મહાસચિવ અને મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીએ પવન સિંહના ચૂંટણી લડવાથી ઇન્કાર કરવા પર વ્યંગ કસ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર પવન સિંહની પોસ્ટને રિ-પોસ્ટ કરતા લખ્યું કે, આ પશ્ચમ બંગાળના લોકોની અદમ્ય ભાવના અને શક્તિને પ્રણામ કરૂ છું.

જણાવી દઇએ કે, જ્યારે બીજેપીએ શનિવારે આસનસોલ સીટ માટે પવન સિંહના નામની જાહેરાત કરી હતી ત્યારે તેમણે તાત્કાલિક બીજેપી હાઇકમાન્ડનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું હતું કે, આસનસોલથી મને લોકસભા ઉમેદવાર બનાવવા બદલ ભારતીય જનતા પાર્ટીના તમામ માનનીય નેતાઓનો આભાર વ્યક્ત કરૂ છું.

પવન સિંહે લખ્યું હતું કે, આસનસોલથી મને લોકસભા ઉમેદવાર બનાવવાને લઇ રાષ્ટ્રીય નેતૃત્વ ભારતીય જનતા પાર્ટીના તમામ માનનીય મહાનુભાવોને વંદન ચંદન અને અભિનંદન કરૂ છું. જોકે હવે તેમણે આસનસોલથી ચૂંટણી લડવાથી ઇન્કાર કરી દીધો છે. તમને જણાવી દઇએ કે, બીજેપી એ શનિવારે જ 195 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી, જેમાં પવન સિંહનું નામ પણ સામેલ હતું. પાર્ટીએ તેમને પશ્ચિમ બંગાળની આસનસોલ સીટથી ઉમેદવાર બનાવ્યા હતા. જ્યાં ટીએમસી ના શત્રુઘન સિંહા સાંસદ છે.

બીજેપીના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થતા પહેલા જ પવન સિંહની લોકસભા ચૂંટણી લડવાની અડકળો ચાલી રહી હતી. તેમણે બિહારની આરા સીટથી ઉમેદવાર બનાવવાની ખબરો પણ સામે આવી રહી હતી. પરંતુ બીજેપી એ તમને બિહારના સ્થાને પશ્ચિમ બંગાળથી તેમને ઉમેદવાર બનાવ્યા હતા.