December 21, 2024

ગૂગલે Leap Day 2024 પર બનાવ્યું જોરદાર ડૂડલ

અમદાવાદ: ગૂગલ હમેંશા ખાસ દિવસ પર કંઈ નવું લાવતું રહે છે. જેમાં ગુગલ ડૂડલ થકી ખાસ દિવસની શુભકામનાઓ પાઠવતું જોવા મળે છે. ત્યારે આજે ફરી એક વખત ગુગલ ડૂડલ લીપ ડે 2024 પર અભિનંદન પાઠવ્યા છે. તમને જણાવી દઈએ કે ગૂગલે વર્ષ 2016માં લીપ ડેને લઈને પહેલું ડૂડલ બનાવ્યું હતું.

શુભકામના પાઠવી
ગૂગલે અગાઉ વર્ષ 2020માં લીપ ડેનું ડૂડલ બનાવ્યું હતું અને હવે આજે બનાવામાં આવ્યું છે. વર્ષ 2016માં લીપ ડે પર પ્રથમ વખત ડૂડલ બનાવવામાં આવ્યું હતું. આ વર્ષનો આજનો દિવસ લીપ ડે તરીકે ખાસ છે. આ અવસર પર, ગૂગલે હેપ્પી લીપ ડે 2024 કહીને વિશ્વભરના તેના વપરાશકર્તાઓને શુભકામના પાઠવી છે. ગુગલ ડૂડલ થકી યુઝર્સને લીપ ડે 2024 વિશે માહિતી પણ આપી છે. તમને અત્યારે એ સવાલ પણ થતો હશે કે લીપ ડે એટલે શું? તમને જણાવી દઈએ દર 4 વર્ષના આ લીપ ડે આવે છે.

દેડકો પાણીમાં
ગુગલ ડૂડલમાં જે ચિત્ર બનાવામાં આવ્યું છે તેમાં પાણીમાં દેડકો જોવા મળી રહ્યો છે. આ ચિત્ર સાથે તારીખમાં લીપ વર્ષને બતાવામાં આવ્યું છે. દેડકાની સાથે પાન પર 29 નંબર જોવા મળી રહ્યો છે તો આ કાર્ડની જમણી બાજુનું કાર્ડ 28 નંબર બતાવે છે, જ્યારે ડાબી બાજુનું કાર્ડ નંબર 1 બતાવી રહ્યો છે. તો આ રીતે આજના લીપ ડેનું ચિત્ર ગૂગલે બનાવ્યું છે. તમે સર્ચ કરીને પાછલા વર્ષોના ગુગલના ચિત્ર જોઈ શકો છો.

લીપ ડે એટલે શું?
ગુગલ ડૂડલ પર તો બહુ જ ચર્ચાઓ થઈ ગઈ હવે તમને થશે કે લીપ ડે એટલે શું અને કેમ આજના દિવસે એને લીપ ડે કહેવામાં આવે છે. તો તમને જણાવી દઈએ કે લીપ ડે ચાર વર્ષે એક વાર ફેબ્રુઆરીનો અંતિમ દિવસ આવે છે. 4 વર્ષ પછી આજના દિવસે આ દિવસ આવ્યો છે. ફેબ્રુઆરીમાં સામાન્ય રીતે 28 દિવસનો મહિનો હોય છે. પરંતુ આ વખતે એક દિવસ વધારે આવશે. દર ચાર વર્ષે તેમાં એક વધારાનો દિવસ આવે છે. આ વધારાનો દિવસ લીપ ડે તરીકે ઓળખાય છે.