January 21, 2025

ભારતમાં પહેલીવાર ટ્રાન્સજેન્ડરને થશે ફાંસી!

અમદાવાદ: આજના સમયમાં મહિલાઓ તો અસુરક્ષિત છે પરંતુ નાની નાની બાળકીઓ પણ હવે સેફ નથી. સમય આટલી હદ સુધી ખરાબ થઈ ગયો છે કે 2 વર્ષની કે 3 વર્ષની બાળકીઓ ઉપર નરાધમો ત્રાટકી પડે છે. આવો જ એક બનાવ મુંબઈમાં અદાલતમાં આવ્યો હતો. આ વાંચીને તમારું હૃદય કંપી જશે.

બળાત્કાર કરીને હત્યા
મુંબઈની એક અદાલતે એક ટ્રાન્સજેન્ડર પુરુષને નવજાત બાળકી સાથે ક્રૂરતા અને હત્યાના આરોપમાં દોષિત ઠેરવ્યો હતો. જે બાદ તેને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે. જુલાઈ 2021 માં, એક 24 વર્ષીય ટ્રાન્સજેન્ડરે નજીકના ઘરમાં રહેતી એક શિશુનું અપહરણ કર્યું હતું. બાદમાં તેની ઉપર બળાત્કાર કરીને તેની હત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું. ફરિયાદના જણાવ્યા અનુસાર પીડિત પરિવારે નવજાત શિશુના જન્મ પછી ટ્રાન્સજેન્ડર બાળકને પરંપરાગત શુભેચ્છાઓ આપવા ગયો હતો ત્યારે તે બાળકીને જોઈ ગયો હતો.

ફાંસીની સજા
કોર્ટે આ કેસને બર્બર અને અમાનવીય કૃત્ય ગણાવ્યો હતો. જેના કારણે તેને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે સ્પેશિયલ જજ અદિતિ કદમે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ (POCSO) હેઠળ આ ચુકાદો આપ્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે આ ટ્રાન્સજેન્ડર આજુબાજુના વિસ્તારમાં આતંક ફેલાવી રહ્યો હતો. કોર્ટે આ કેસને લઈને કહ્યું કે તેને ‘રેરેસ્ટ ઓફ રેર કેસ’ બનાવ્યો છે. આ એક એવો ગુનો છે જે દરેક મા-બાપના હૃદય કંપી નાંખે.