December 19, 2024

અંબાલાલ પટેલે આપી ફરી આ આગાહી!

અમદાવાદ: માર્ચ મહિનો નજીક છે. ત્યારે ગુજરાતના લોકોને વાતાવરણનો હાલ બેવડો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ અને હિમાચલ પ્રદેશમાં ગાજવીજ સાથે વરસાદ અને હિમવર્ષાની ચેતવણી જારી કરી છે. જાણો આગામી દિવસોમાં કેવો રહેશે માહોલ.

આ વિસ્તારમાં વરસાદની આગાહી
29 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધી પશ્ચિમ હિમાલય ક્ષેત્ર અને મેદાનોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વધુ જોવા મળી શકે છે. હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર 24 કલાક દરમિયાન જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ અને હિમાચલ પ્રદેશમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. વરસાદની સાથે કરા પણ પડી શકે છે. મહત્વની વાત એ છે કે વાતાવરણના ડબસ મિજાજના કારણે લોકોમાં બિમારીનું પ્રમાણ વધી રહ્યું છે.

વરસાદ અને હિમવર્ષાનું એલર્ટ
એક બાજૂ હવામાન વિભાગ વરસાદની આગાહી કરી રહ્યું છે. તો બીજી બાજૂ ઘણા વિસ્તારમાં શીત લહેરની પણ આગાહી કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશના આદિવાસી વિસ્તારો અને પહાડીઓમાં શીત લહેરોની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે. દિલ્હીની વાત કરવામાં આવે તો હાલમાં દિલ્હીમાં સવાર-સાંજ ઠંડી પડી રહી છે. આ બાજૂ ગુજરાતના પાડોશી રાજય રાજસ્થાનમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં આગાહી
અંબાલાલ પટેલે આપેલી માહિતી અનુસાર ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ જોવા મળી રહ્યું છે. આજથી 5 દિવસ કમોસમી વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉ.ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 29 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી ભારે પવન ફૂંકાશે. જોકે તેની અસર આજથી જ જોવા મળી રહી છે. અમદાવાદમાં આજ સવારથી ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. જાણે કે વાવાઝોડું આવી રહ્યું હોય તેવી રીતે ભારે પવનના સુસવાટાની સાથે ઠંડીનો માર જોવા મળી રહ્યો છે.