December 23, 2024

Kareena Kapoorએ માનસિક સ્વાસ્થ્ય વિશે કર્યો ખુલાસો,

અમદાવાદ: કરીના કપૂર ખાનની સુંદરતાના વખાણ કરીએ એટલા ઓછા છે. છેલ્લા ઘણા સમયથી તેમની કોઈ ફિલ્મ આવી ના હતી. પરંતુ આ વર્ષમાં તેની ઘણી ફિલ્મ આવવા જઈ રહી છે. ફિલ્મ, પરિવાર, ઘર, બાળકો અને ફિટનેસનું ધ્યાન કેવી રીતે રાખતી હશે? તમને તે પણ સવાલ થતો હશે કે તે કેવી રીતે પોતાની લાઈફ મેનેજ કરતી હશે? આ તમામ સવાલનો જવાબ ખુદ કરીનાએ આપ્યો છે. જાણો શું કહ્યું કરીનાએ.

આતુરતાથી રાહ
કરીના કપૂર ખાન તેના મજબૂત પાત્ર અને શાનદાર અભિનય માટે જાણીતી છે આ સાથે તેમની સુંદરતા તો ખરી જ. તેમની ઘણી ફિલ્મ આ વર્ષમાં આવી રહી છે. જેના કારણે તે ખુબ જ વ્યસ્ત જોવા મળી રહી છે. માનસિક સ્વાસ્થ્ય’ના મહત્વ પર ભાર મૂકતા તેણે ઘણા ખુલાસાઓ કર્યા છે. હાલ તો કરીના પોતાની આગામી ફિલ્મને લઈને ચર્ચામાં જોવા મળી રહી છે. આ ફિલ્મમાં કરીના કપૂર, તબ્બુ અને કૃતિ સેનન તમને જોવા મળશે.

કરીના કપૂરે માનસિક સ્વાસ્થ્ય 
કરીનાએ માનસિક શાંતિને લઈને કહ્યું કે દરેક વ્યક્તિ કોઈની ચિંતા કર્યા વિના જે ઇચ્છે છે તે પ્રાપ્ત કરી શકે છે. કરીના કપૂરે ભાર મૂકતા કહ્યું કે તે પોતાની ખુશીને વધારે મહત્વ આપે છે. જો તમે ખુશ છો તમે જે કરી રહ્યા છો તેમા તમને સંતોષ છે તો તે તમારા માટે બેસ્ટ છે. મહત્વની વાત એ છે કે તમને માનસિક શાંતિ હોવી જરૂરી છે. મને લાગે છે કે દરેક વ્યક્તિ પાસે આ બધું હોઈ શકે છે. પરંતુ મને લાગે છે કે મારી પાસે જે છે તે સૌથી મહત્વની બાબત છે. જેના કારણે હું ખુશ છું. નામ-પ્રસિદ્ધિ, પૈસો, કારકિર્દી, પતિ, સંતાન, બધું જ તુચ્છ બની જાય છે જો તમારું માનસિક સ્વાસ્થ્ય સારું ન હોય તો. હાલ તો કરીના કપૂર ‘ક્રુ’ માટે ચર્ચામાં જોવા મળી રહી છે.