January 8, 2025

80 દેશના લાખો યુઝર્સને G Pay એ આપ્યો મોટો ઝટકો

અમદાવાદ: ગૂગલે તેની GPay એપને બંધ કરવાનો નિર્ણય લીધો છે. તમને વાંચીને નવાઈ લાગશે પરંતુ આ સત્ય છે. ગૂગલે તેના બ્લોગ પોસ્ટમાં માહિતી આપતા જણાવ્યું કે 80 દેશોમાં GPay એપને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ એપ Google Wallet સાથે જોડવામાં આવી છે. જેમાં વપરાશકર્તાઓ 4 જૂન, 2024 સુધી એકાઉન્ટમાં GPay બેલેન્સ ટ્રાન્સફર કરી શકશે.

લાખો યુઝર્સ હેરાન
ગૂગલે તેની પેમેન્ટ એપ GPayને બંધ કરવાનો નિર્ણય લીધો છે. જેના કારણે લાખો યુઝર્સ પરેશાન થવાનો વારો આવશે. ગૂગલ વોલેટની સાથે ગૂગલ પે એપ ઘણા દેશોમાં કામ કરી રહી છે જેના કારણે ગૂગલે સ્ટેન્ડઅલોન GPay એપને બંધ કરવાની જાહેરાત કરી છે. થોડા સમય બાદ 4 જૂન પછી આ એપ માત્ર ભારત અને સિંગાપોરમાં જ કામ કરશે. GPay ની સ્ટેન્ડઅલોન એપ બીજા કોઈ દેશમાં જોવા મળશે નહીં.

એન્ડ્રોઇડ પે એપ
હવે તમને થશે કે આવું કેમ કર્યું તો તમને જણાવી દઈએ કે આવું પહેલી વાર થયું નથી. આ પહેલા પણ ગૂગલે પોતાની પેમેન્ટ એપને બંધ કરવાનો નિર્ણય લીધો હતો. ર્ષ 2011માં ગૂગલ વોલેટ લોન્ચ કર્યું હતું ત્યાર બાદ 2015માં એન્ડ્રોઇડ પે એપ લોન્ચ કરવામાં આવી હતી. ત્યાર બાદ ગૂગલે 2016માં ગૂગલ વોલેટ કાર્ડ બંધ કરી દેવામાં આવ્યું હતું. આ પહેલા પણ કંપનીએ આ નિર્ણય કર્યો હતો અને ફરી વખત આ નિર્ણય કંપની લેવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે ગૂગલે સૌથી પહેલા ભારતમાં Tez એપ લોન્ચ કરી હતી. ત્યાર બાદ તેનું નામ બદલી દેવામાં આવ્યું હતું. જેનું નામ બદલીને Google Pay રાખવામાં આવ્યું હતું.