December 23, 2024

અમરેલીઃ આસરાણા ગામે શિક્ષકે વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું

amreli aasrana village school teacher misdemeanor with student

ફાઇલ તસવીર

અમરેલીઃ જિલ્લાના આસરાણા ગામેથી શિક્ષણ જગતને શર્મશાર કરતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક શિક્ષકે વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું છે. વિદ્યાર્થિનીના પરિવારને આ વાતની જાણ થતાં તેમણે શિક્ષક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી પ્રમાણે, અમરેલી જિલ્લાના આસરાણા ગામની એક ખાનગી શાળાના શિક્ષકે વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું છે. આ મામલે વિદ્યાર્થિનીના પિતાએ મોહિત જીંજાળા નામના શિક્ષક સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.

શિક્ષકે સગીર વિદ્યાર્થિનીની મરજી વિરૂદ્ધ 2 વાર દુષ્કર્મ આચર્યું હતું. 21 ફેબ્રુઆરીની રાત્રે સગીરાના ઘરે આવી શિક્ષકે દુષ્કર્મ આચર્યું હતું. ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થિનીના પિતાએ ફરિયાદ નોંધાવતા શિક્ષક ફરાર થઈ ગયો છે. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીને પકડવાની કવાયત હાથ ધરી છે.