December 19, 2024

રેલવે બોર્ડની મોટી જાહેરાત, ભાડામાં કર્યો ઘટાડો

Railway Fare: યાત્રિકોની સુવિધાને વધુમાં વધુ સારુ બનાવવા માટે ભારતીય રેલ મંત્રાલય પોતાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો કરી રહ્યા છે. ત્યારે હવે રેલવે બોર્ડ તરફથી દૈનિક મુસાફરી કરતા રેલવેના યાત્રિકોના ભાડમાં ઘટાડાની જાહેરાત કરવામાં આવી છે. રેલવે બોર્ડ રેલ્વેના મિનિમમ ભાડું જે 30 રુપિયા હતું. તેને ઘટાડીને 10 રુપિયામાં કરવામાં આવી છે.

કોરોના બાદ થયો વધારો
ભાવના વધારા બાદ યાત્રિકોને એક્સપ્રેસ ટ્રોનમાં મુસાફરી કરવાની ફરજ પડી છે. રેલવે બોર્ડની તરફથી ભાડાને 30 રુપિયાથી ઘટાડીને 10 રુપિયા કરવામાં આવ્યો છે. જેનો ફાયદો દિલ્હી-એનસીઆર સહીત દેશના લાખો ડેઈલી મુસાફરીને થશે. રેલવેને હંમેશાથી ટ્રાન્સપોર્ટના સસ્તા સાધન તરીકે જોવામાં આવે છે. આથી જ દરરોજ લાખો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. વર્ષ 2020માં કોરોનાના કારણે ટ્રોનનું ન્યુનતમ ભાડું 10 રુપિયાથી વધારીને 30 રુપિયા કરવામાં આવ્યું હતું.

મહત્વનું છેકે, કોરોના સમયે રેલવે દ્વારા જે પણ રેલગાડીઓને ચલાવવામાં આવી રહી હતી. તે બધી ટ્રેનને મેલ અને એક્સપ્રેસ ટ્રેન નામ આપવામાં આવ્યું હતું. આ પ્રકારની ટ્રેનનું ન્યૂનતમ ભાડું 30 રુપિયા હોય છે. એ સમયે લોકલ ટ્રેનને ચલાવવામાં આવતી ન હોવાથી ભાડામાં ફેરફાર થયો હતો.

ભાવ ઘટાડાની કરાઈ હતી માંગ
યાત્રી સંગઠનોએ ઘણી વખત રેલવે બોર્ડને ભાડાને ઘટાડવા માટે માંગ કરી હતી. ત્યારે ત્રણ વર્ષ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવે બોર્ડે આ નિર્ણય લીધા બાદ હવે એક સ્ટેશનથી બીજા સ્ટેશન જવા માટેનું ન્યૂનતમ ભાડુ 10 રુપિયા ચુકવવામાં આવશે. મહત્વનું છેકે, લોકલ ટિકિટ બુકીંગ એપ, સોફ્ટવેર અને યુટીએપમાં પણ આ ભાવ ઘટાડાને અપડેટ કરી દેવામાં આવ્યું છે.