December 23, 2024

નેતાના અશ્લીલ નિવેદન પર ભડકેલી અભિનેત્રીએ આપી ધમકી

મુંબઈ: અભિનેત્રી ત્રિશા કૃષ્ણન AIADMKના પૂર્વ નેતા એવી રાજુના અશ્લીલ નિવેદનથી આકરાપાણીએ છે, અને તેણે કાયદાકીય કાર્યવાહી કરવાની ધમકી આપી છે. ખરેખરમાં , AV રાજુએ તાજેતરમાં ત્રિશા કૃષ્ણન વિશે અશ્લીલ નિવેદન આપ્યું હતું, જેણે ભારે હોબાળો મચાવ્યો હતો. ત્રિશા કૃષ્ણન પણ ગુસ્સે થઈ ગઈ. હવે તેણે કહ્યું છે કે તે નેતા સામે કાયદેસરની કાર્યવાહી કરશે.

શું છે સમગ્ર મામલો?
AV રાજુને 17 ફેબ્રુઆરીએ AIADMKમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા, કારણ કે તેમણે પાર્ટીના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. હાંકી કાઢવામાં આવ્યા બાદ, તેણે ત્રિશા કૃષ્ણનને લઈને એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, જેણે હોબાળો મચાવ્યો હતો.

AV રાજુનો આરોપ – ત્રિશા MLAના રિસોર્ટમાં ગઈ હતી
એવી રાજુએ દાવો કર્યો કે ત્રિશા કૃષ્ણનને ધારાસભ્યના રિસોર્ટમાં બોલાવવામાં આવી હતી. અને આ માટે અભિનેત્રીને સારી એવી રકમ ચૂકવવામાં આવી હતી. AV રાજુએ X પર શું કહ્યું તેનો વીડિયો એક યુઝરે શેર કર્યો, જે તરત જ વાયરલ થઈ ગયો. એ.વી. રાજુની ચારે બાજુથી ટીકા થવા લાગી અને તેમની સામે કડક કાર્યવાહીની માંગ ઉઠવા લાગી.

ત્રિશા કૃષ્ણન ગુસ્સે થઈ ગઈ અને કાયદાકીય કાર્યવાહીની ધમકી આપી
ત્રિશા કૃષ્ણન પણ ગુસ્સે થઈ ગઈ. તેણે X પર AV રાજુ પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો અને કાયદાકીય કાર્યવાહીની ધમકી આપી. એ.વી. રાજુનું નામ લીધા વિના તેણે લખ્યું, ‘લોકોનું ધ્યાન ખેંચવા માટે કેટલા નીચા જઈ શકે છે તે જોવું ઘૃણાજનક છે. આરામ કરો, ચિંતા કરશો નહીં. જરૂરી અને કડક કાર્યવાહી કરવામાં આવશે. હવે જે પણ કહેવામાં આવશે અથવા કરવામાં આવશે તે મારા લીગલ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવશે.

નિર્માતા અદિતિ રવિન્દ્ર નાથે પણ સત્ય કહ્યું
નિર્માતા અદિતિ રવિન્દ્રનાથે પણ એવી રાજુની ટીકા કરી હતી, અને લખ્યું હતું કે, ‘એઆઈએડીએમકેના ભૂતપૂર્વ નેતા એવી રાજુએ ત્રિશા વિશે લગાવેલા અયોગ્ય, ખોટા આરોપોથી હું આઘાત અને નિરાશ છું. આ 2024 છે, અમે મહિલા સશક્તિકરણ અને સમાનતા વિશે વાત કરીએ છીએ. જે વ્યક્તિને તેની સાથે કોઈ લેવાદેવા નથી તેને કેમ બિનજરૂરી રીતે કાદવમાં ઘસેટવામાં આવે છે.?

મન્સૂર અલી ખાને પણ ત્રિશા પર અભદ્ર ટિપ્પણીઓ કરી હતી
AV રાજુ પહેલા નવેમ્બર 2023માં મન્સૂર અલી ખાને ત્રિશા કૃષ્ણન પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. અભિનેતા અને નિર્માતા મન્સૂર અલી ખાને ત્રિશા સાથે ફિલ્મ ‘લિયો’માં કામ કર્યું હતું. મન્સૂરે ત્રિશા વિશે કહ્યું હતું કે તેણે અભિનેત્રી સાથે બેડરૂમ સીન કરવાની તક ગુમાવી દીધી હતી. આ નિવેદન માટે જ્યારે મન્સૂર અલી ખાનની ટીકા થઈ ત્યારે તેણે ત્રિશા કૃષ્ણનની માફી માંગી.