January 8, 2025

હવે AI ડોગ બનશે અંધ લોકોની ‘દ્રષ્ટિ’

અમદાવાદ: વિશ્વભરમાં અંધ લોકોની સંખ્યા 220 કરોડ છે. જે બીજા અન્ય લોકો ઉપર નિર્ભર છે. પરંતુ હવે અંધ લોકો માટે AI રોબોટ ડોગ આવી ગયો છે. આ ડોગનું નામ “સ્પાર્ક” છે. તમને જણાવી દઈએ કે આ રોબો ડોગ 3D પ્રિન્ટેડ પ્લાસ્ટિક અને એલ્યુમિનિયમથી બનાવામાં આવ્યો છે. જેમાં સ્પાર્ક કેમેરા, અલ્ટ્રાસોનિક સેન્સર અને LIDAR સહિત વિવિધ પ્રકારના સેન્સર પણ જોવા મળશે.

કમાન્ડ આપી શકો છો
સ્કોટલેન્ડની જેમ્સ વોટ સ્કૂલ ઑફ એન્જિનિયરિંગ કોલેજમાં અંધ લોકો માટે એક AI રોબોટ કૂતરો બનાવામાં આવ્યો છે. જે અંધ લોકોને ઘર અને બહાર બંને જગ્યાએ મદદ કરી શકે છે. મહત્વની વાત તો એ છે કે આ AI રોબોટના કારણે અંધ લોકોને મદદ મળી રહેશે. તમે આ રોબોટ ડોગને બોલીને આદેશ આપી શકો છો. આ રોબો તમારી વાત સાંભળીને તમે જે કમાન્ડ આપશો તે કાર્ય કરી આપશે. મહત્વની વાત એ છે કે જે લોકો અંધ છે તેના માટે ખુબ ફાયદાકારક કહી શકાય. કારણ કે જે પણ તેને કમાન્ડ આપવામાં આવશે તે આ કરી આપશે.

ટૂંક સમયમાં બજારમાં
આ AI રોબોટ ડોગ ટૂંક સમયમાં બજારમાં ઉપલબ્ધ થશે. આ રોબો ડોગમાં જીપીએસ અને અત્યાધુનિક કેમેરાની મદદથી ઘર-બહાર મદદ કરી શકાશે. તેમજ આ રોબોટ ડોગને બોલીને પણ સૂચનાઓ આપી શકાય છે. આ ડોગ ટ્રાફિક સિગ્નલને પણ સમજી શકશે. આ સાથે તે QR કોડ પણ સ્કેન કરી શકે છે. અંધજનોની સાથે તે વૃદ્ધ લોકોને પણ મદદ કરી શકે છે. તમને જણાવી દઈએ રોબોટ ટેક્સી પણ બોલાવી શકે છે. કોઈ પણ દર્દીને હવે ચિતા કરવાની જરૂર નથી.