November 25, 2024

સવારે કસરત કરવાથી થશે આ મોટા ફાયદા…

Morning Exercise: સવારના સમયે એક્સરસાઇઝ કરવાના કારણે મેટાબોલિઝમમાં વધારો થાય છે. જે ઘણા કલાકો સુધી સ્થિર રહે છે. જે સમગ્ર દિવસમાં વેટ મેનેજમેન્ટ અને કેલરી બર્નમાં મદદરૂપ રહે છે. સવારના સમયે વ્યાયામાં કરવાના કારણે તમે કોઈ પણ કામ પુરા એકાગ્રતાથી કરી શકશો. તમારું તમારા મન પર પુરેપુરો કાબુ રહે છે.

મૂડ સારો રહે
સવારના સમયે એક્સરસાઇઝ કરવાના કારણે અંડોર્ફિન એટલે કે મગજમાં નવા વિચારો આવે છે. આથી તમારો મૂડ સારો રહે છે. સવારની એક્સરસાઇઝ તમારા શરીરમાં ખાસ હોર્મોનને વધારે છે. જેના કારણે ટેન્શન અને એન્ગઝાઈટીમાં ઘટાડો થાય છે.

ઉંઘની કોલેટીમાં સુધાર
સવારના સમયે વ્યાયામ કરવાથી સુવાના પેટનને પણ સુધારી શકાય છે. સવારની તમારી શારીરિક ગતિવિધી શરીરની સર્કાડિયન રિધમને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ બને છે. જેના કારણે રાત્રે જલ્દી ઉંઘ આવે છે અને સવારે આરામથી જલ્દી ઊઠી જવાય છે.

ભૂખનું રેગ્યુલેશન
જો તમે સવારે ઊઠીને એક્સરસાઇઝ કરો છો તો દિવસ દરમિયાન તમારી ભોજનની સાઈકલ જળવાઈ રહે છે. આ ઉપરાંત તમને થતી ક્રેવિંગમાં ઘટાડો થાય છે. પેટ ભરેલું ભરેલું લાગશે. આથી તમારે કોઈ એક્સ્ટ્રા ટાયટ કરવાની જરૂર નથી રહે.

એનર્જી લેવલ
સવારમાં એક્સસાઈઝ કરવાથી બ્લડ ફ્લોમાં વધારો થાય છે. મગજ અને સાંધાઓમાં ઓક્સીજનની સપ્લાય વધે છે. જેનાથી તમારા શરીરમાં સમગ્ર દિવસમાં એનર્જીથી ભરેલું લાગે છે. જેના કારણે તમારી દરરોજની એક્ટીવ ફિલ થાય છે.

ઈમ્યૂનિટી બૂસ્ટ
જે લોકો દરરોજ નિયમિત રીતે સવારે વહેલા ઊઠીને એક્સરસાઇઝ કરે છે. તેનું ઈમ્યૂન સિસ્ટમ ખુબ જ સારી રીતે કામ કરે છે. તેમાં રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. સામાન્ય વાયરલ બિમારીઓ તેમને અસર પણ નથી કરતી.