ભારતમાં આવેલી છે રહસ્યમય જગ્યાઓ, જ્યાં વિજ્ઞાન પણ છે ફેલ
Tourist Place: ભારતમાં ફરવાની અનેક જગ્યાઓ છે. ઘણી જગ્યાઓ તો એટલી પ્રખ્યાત છે જ્યાં દેશ અને વિદેશી લોકો પણ મુલાકાત લેવા જાય છે. આપણા દેશમાં એવી પણ કેટલીક જગ્યાઓ છે જેની સુંદરતા વિદેશ કરતા પણ 10 ઘણી વધારે છે. આ સાથે આપણા દેશમાં એવી પણ રહસ્યમય જગ્યાઓ છે જેને સમજવામાં વિજ્ઞાન પર નથી સમજી શક્યું. આવી રહસ્યમય જગ્યાઓમાં દેશમાં આવેલી ઘણી ઐતિહાસિક જગ્યાઓ છે. જે એક મિસ્ટ્રીની રીતે છે. જેનો ઉકેલ નથી મળી શકતો.
અંજતા-ઇલોરાની ગુફા
મહારાષ્ટ્રની અંજતાની ગુફાઓ ખુબ જ રહસ્યમયી છે. એવું કહેવાય છેકે, તેનો ઈતિહાસ 4 હજાર વર્ષ જુનો છે. અંજતામાં 34 અને ઈલોરામાં 12 ગુફાઓ આવેલી છે. એ ગુફાઓને પહાડ કાપીને બનાવવામાં આવી છે. જેની નીચે એક આખું શહેર એક સમયે વસેલુ હતું. એ સમયે એવી ટેક્નોલોજી પણ નહોવા છતા આવી ગુફાઓ કેવી રીતે બનાવાઈ તેને લઈને રહસ્ય છે.
ભાનગઢ કિલ્લો
રાજસ્થાનનો ભાનગઢ કિલ્લો ખુબ જ પ્રખ્યાત છે. આ કિલ્લો જયપુરથી 32 કિલોમીટર દુર આવેલો છે, પરંતુ આ કિલ્લામાં ઘણી ભૂત-પ્રેતની કથાઓ જોડાયેલી છે. 17મી સદીમાં આ જગ્યાને ભૂતિયા જાહેર કરાઈ હતી. આજે પણ લોકોનું માનવું છેકે અહીં ભૂતોનો વાસ છે.
રૂપકુંડ તળાવ
ઉત્તરાખંડના આ તળાવ વિશે તે પણ સાંભળે છે. તેની આંખોની સામને કંકાલ ફરવા લાગે છે. રૂપકુંડ તળાવ ઉત્તરાખંડનું સૌથી ફેમસ તળાવ છે. જમીનથી આ તળાવની ઊંચાઈ 5029 મીટર છે. આ તળાવની આસપાસ માણસોના હાડપિંજર જોવા મળે છે.
લેપાક્ષી મંદિર
દેશના દક્ષિણ રાજ્ય આંધ્રપ્રદેશમાં લેપાક્ષી મંદિર આવેલું છે. જે ખુબ જ રહસ્યમય છે. આ મંદિર 16મી સદીમાં બનાવવામાં આવ્યું હતું. આ મંદિરમાં 70 પિલર આવેલા છે. જેમાંથી એક પિલર છતની સાથે લટકેલું છે.