December 26, 2024

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઇ મંદિર પરિસરોમાં ‘સ્વચ્છતા અભિયાન’ કાર્યક્રમ

સુરત: દેશભરમાં અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઇને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે તો ક્યાંક ભગવાન રામના સ્વાગતને લઇને ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ભગવાન રામના આગમનને લઇને વડાપ્રધાન નેરેન્દ્ર મોદીના આહ્વાન પર દેશભરમાં મંદિર પરિસરોમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

મળતી માહિતી અનુસાર અયોધ્યામાં ભગવાન રાઘવના આગમનને સ્વચ્છતા સાથે વધાવવા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આહ્વાન પર દેશભરમાં મંદિર પરિસરોની સફાઈ માટે 14થી 22 જાન્યુઆરી દરમ્યાન ‘સ્વચ્છતા અભિયાન’ ચલાવવામાં આવી રહ્યું છે. જેને લઇને સોશિયલ મીડિયા પર હર્ષ સંઘવીએ તસવીરો શેર કરી છે.

હર્ષ સંઘવીએ કહ્યું કે, આજરોજ સ્વચ્છતા અભિયાન અંતર્ગત સુરત સ્થિત ઈચ્છાનાથ મહાદેવના મંદિર પરિસરમાં સફાઈ કરવાનો સુખદ અને પુનિત અવસર પ્રાપ્ત થયો. વઘુમાં કહ્યું કે તમે પણ આ અભિયાનમાં જોડાઈને આપની નજીકના મંદિર પરિસરોને સ્વચ્છ બનાવવા સર્વેને સહૃદય આગ્રહ છે.!